<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

ફર્રુખાબાદમાં પ્રાઇવેટ એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત : ઉડાન ભર્યા બાદ ઝાડીઓમાં પડ્યું પ્લેન

ઘટનામાં જાનહાનિ કે ઈજા અંગેની માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી

ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં એક પ્રાઇવેટ એરક્રાફ્ટ ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ અચાનક ઝાડીઓમાં જઈને પડ્યું હતું. આ અકસ્માતમાં પ્લેનને નુકસાન થયું છે, અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં જાનહાનિ કે ઈજા અંગેની માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ આકસ્મિક રીતે થયેલી આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

(2:06 PM IST)