હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આજે પણ બેન્કોમાં ચેકો અટવાયાઃ વેપારીઓ હેરાન-પરેશાનઃ બેન્ક કર્મચારીઓ ઉંધામાથે
રિઝર્વ બેન્કનું સેઇમ ડે કલીયરીંગનું ગતકડું માથે પડયુઃ અપૂરતી તૈયારી વગર ઠોકી બેસાડાતા ઉહાપોહ

રાજકોટઃ ભારતીય રીઝર્વ બેન્કે તા.૪ થી બેન્કોમાં સેઇમ ડે કલીયરીંગી પ્રથા શરૂ કરી છે. પરંતુ તે પ્રજા અને બેન્ક કર્મચારીઓ માટે માથે પડી હોય તેવું જણાઇ રહયું છે. પુરતી તૈયારી કર્યા વગર આ પ્રથા શરૂ કરી દેવાતા ઉપલા લેવલે અંધાધુધી સર્જાઇ ગઇ છે અને લાખો ચેકોનો ભરાવો થઇ ગયો છે. અને કિલયરીંગનું કામ ટલ્લે ચડી ગયું તેવુ જણાય રહયું છે. વિવિધ બેન્કોમાં તપાસ કરતા આજે પણ પરિસ્થિતી સુધરી નથી અને આજે સવારથી ઇનવર્ડ ચેકની એકપણ ફાઇલ આવી ન હોવાનું બેન્કમાંથી જાણવા મળે છે. ૪ તારીખથી આજ સુધીના ચેક પાસ થયા કે રિટર્ન થયા તેનો કોઇ રિસ્પોન્સ નહિં મળતા કિલયરીંગની કામગીરી અધ્ધરતાલ થઇ જવા પામી છે. રિઝર્વ બેન્ક અને એનપીસીઆઇના પાપે વેપારીઓ અને ગ્રાહકોને હાલ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. દિવાળીના દિવસોમાં અનેક વેપારીઓના ટર્નઓવર અને રૂટીન કામગીરી આના કારણે ખોરવાય ગઇ છે. એટલું જ નહી બેન્ક કર્મચારીઓ પણ ઉંધામાથે થઇ ગયા છે. રાતના ૧૨ થી ૧ સુધી બેન્કમાં બેસી રહેવું પડે છે છતા કિલયરીંગની અવ્યવસ્થાનો કોઇ ઉકેલ આવતો નથી. જેને કારણે બેન્કના ગ્રાહકો, વેપારીઓ અને બેન્ક કર્મચારીઓ ભારે નારાજ હોવાનું જણાય રહયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
