હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજકોટમાં આવકારતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાલે શુક્રવારે સવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરશે, સાંજે સાસણ જશે જ્યાં સિંહ દર્શન કરશે, શનિવારે સવારે શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરશે અને ત્યાંથી જામનગર અને ત્યાંથી અમદાવાદ જશે

રાજકોટ::ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બેદિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે આજે સાંજે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે તેઓનું આગમન થયું હતું. ત્યારબાદ મોટર માર્ગે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પોતાના કાફલા સાથે આવી ગયા હતા. રાત્રી રોકાણ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિશ્રી કરવાના છે.
રાજકોટમાં ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ આવકાર્યા હતા.
આ તકે ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા સહિતના ઉપસ્થિત રહયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કાલે શુક્રવારે સવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરશે ત્યારબાદ સાંજે સાસણ જશે જ્યાં સિંહ દર્શન કરશે અને શનિવારે સવારે શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરશે અને ત્યાંથી જામનગર જશે અને ત્યાંથી અમદાવાદ જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
