હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહાર ઇલેક્શન ડ્રામા: PK એ 'કરગહર' બેઠક પરથી ભોજપુરી સ્ટાર ગાયક રિતેશ પાંડે પર દાવ લગાવ્યો! પ્રશાંત કિશોરની ચૂંટણી લડવાની અફવાઓ પર પૂર્ણવિરામ
હવે રિતેશ પાંડે જેવા નવા અને લોકપ્રિય ઉમેદવારના આગમનથી કરગહરની ચૂંટણી રસપ્રદ બનશે: કરગહર બેઠક કરકત લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી માટે જાહેર થયેલી તારીખો (6 અને 11 નવેમ્બર) વચ્ચે, પ્રશાંત કિશોર (PK)ની નવી પાર્ટી 'જન સૂરજ' એ 51 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. આ યાદીમાં સૌથી મોટો દાવ ભોજપુરી ફિલ્મ ઉદ્યોગના સ્ટાર ગાયક રિતેશ પાંડે પર લગાવવામાં આવ્યો છે, જે કરગહર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
આ બેઠક પરથી અગાઉ એવી ચર્ચા હતી કે જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોર પોતે ચૂંટણી લડશે. જોકે, PK એ પોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે, પરંતુ તેમના પક્ષના ઉમેદવારો મેદાનમાં ઉતરશે.
રિતેશ પાંડે: કરગહરથી ચૂંટણી લડશે
• ઉમેદવાર: ભોજપુરી સ્ટાર ગાયક રિતેશ પાંડે.
• મતવિસ્તાર: રોહતાસ જિલ્લાની રાજકીય રીતે મહત્વપૂર્ણ કરગહર વિધાનસભા બેઠક.
• ચૂંટણી ચિહ્ન: જન સૂરજ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન "સ્કૂલ બેગ" છે.
તાજેતરમાં જ જન સૂરજમાં જોડાયેલા રિતેશ પાંડેને આ મહત્વપૂર્ણ બેઠક પર તક આપીને PK એ યુવા અને લોકપ્રિય ચહેરા પર ભરોસો મૂક્યો છે. કરગહર બેઠક કરકત લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે, જ્યાં ભોજપુરી સ્ટાર પવન સિંહે અગાઉ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.
કરગહર બેઠકનો રાજકીય ઇતિહાસ
કરગહર વિધાનસભા બેઠક પર સ્થાનિક અને જાહેર મુદ્દાઓનું વર્ચસ્વ રહે છે. છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં આ બેઠક પર અલગ-અલગ પક્ષોનો કબજો રહ્યો છે:
• 2020: કોંગ્રેસના સંતોષ કુમાર મિશ્રાએ JDUના બશિષ્ઠ સિંહને 4,000થી વધુ મતોથી હરાવ્યા હતા.
• 2015: JDUના બશિષ્ઠ સિંહ વિજેતા બન્યા હતા.
• 2010: JDUના રામધની સિંહ વિજેતા બન્યા હતા.
હવે રિતેશ પાંડે જેવા નવા અને લોકપ્રિય ઉમેદવારના આગમનથી કરગહરની ચૂંટણી રસપ્રદ બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
