<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

વૈશ્વિક સંકેતને પગલે બુલિયનમાં તેજી અટકી : સોનામાં 2500 અને ચાંદીમાં 4000નો ઘટાડો

ગાઝા સમજૂતી અને ટ્રેડ વોર સંદર્ભે સકારાત્મક સંકેત તેમજ નફા વસૂલીના દબાણે ભાવમાં કરેક્શન

 નવી દિલ્હી :દેશભરના સોના અને ચાંદીના બજારો ધમધમતા છે. દરમિયાન બુલિયન બજારમાં સોનાના ભાવમાં ₹2300નો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીમાં ₹ 4000નો મોટો ઘટાડો થયો છે. એમસીએક્સ સોનું આજે 2.66% અર્થાત રૂ. 2500 પ્રતિ 10 ગ્રામ સુધી તૂટ્યુ છે. જ્યારે એમસીએક્સ ચાંદી રૂ. 1000થી વધુ તૂટી છે. 

 ગાઝા સમજૂતી અને ટ્રેડ વોર સંદર્ભે સકારાત્મક સંકેતને પગલે બુલિયન માર્કેટમાં તેજીના વળતા પાણી જોવા મળ્યા છે. બીજીતરફ ટોચના મથાળે વેચવાલીનું દબાણ પણ જોવા મળ્યું હતું વૈશ્વિક સ્તરે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વર્તમાન પરિબળોના પગલે સોનામાં કરેક્શનની શક્યતાઓને નકારી શકાય નહીં.

(11:08 PM IST)