<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

ઈઝરાયેલ અને હમાસ વચ્‍ચે સીઝફાયર ડીલઃ પેલેસ્‍ટાઈન, ઈઝરાયેલમાં જશ્ન

ઈઝરાયેલ અને હમાસ વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધમાં સીઝફાયરની ખબર સામે આવતા જ પેલેસ્‍ટાઈન અને ઈઝરાયેલમાં જશ્નનો માહોલ જોવા મળ્‍યો હતો. એક વાત પાક્કી કે, બંને દેશોના નાગરિકો શાંતિ જ ઈચ્‍છે છે. આ તો મહાસત્તાના નેતાઓના 'ઈગો ક્‍લેશ'ને કારણે કારણે આ 'કલેશ' એટલે કે યુદ્ધ ચાલી રહ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ હોય કે પછી રશિયાના પ્રમુખ વ્‍લાદિમીર પુતિન કે પછી ચીનના પ્રમુખ શી શી જિનપિંગ તેમની બિઝનેસ ડીલને કારણે ગાઝા હોય કે પછી યુક્રેન યુદ્ધની આગમાં હોમાયા છે અને નાગરિકો રસ્‍તે રઝળતા થયા છે. આશા રાખીએ કે, આવનારા સમયમાં પોલિટિકલ ચેસ બોર્ડના ઝઘડાઓનો ભોગ માસૂમ નાગરિકો નહીં બને

(9:19 AM IST)