હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીએસટી નંબર બંધ હોવા છતાં વેપાર ધમધમતો રાખનારાઓ ઉપર તવાઈ
રીટર્ન સમયસર નહીં ભરવાના કારણે અનેક વેપારીઓના નંબર બંધ કરાયા સેન્ટ્રલ- સ્ટેટ જીએસટીને ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોંપવામાં આવેલી વિગતો

મુંબઈ,તા.૧૦: જીએસટી નંબર બંધ થઈ ગયો હોય, છેલ્લા છ મહિનાથી જીએસટી રીટર્ન ભરવામાં આવ્યું નહીં હોવા છતાં ખોટી રીતે વેપાર કરતા હોય તેવા વેપારીઓને ઝડપી પાડવા માટેનુ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તે માટેની વિગતો પણ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા જીએસટી વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે. તે આધારે સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જોકે આ વિગતો ત્રણેક મહિના પહેલા વિભાગને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ તેઓ દ્વારા આવા તમામ સ્થળો પર ઉલટ તપાસ કરતા અનેક વેપારીઓ વેપાર કરતા હોવાનુ ધ્યાને આવતા હવે જીએસટી વિભાગે તપાસનો દોર શરુ કર્યો હોવાની વિગતો જાણવા મળી છે. જોકે દિવાળી પહેલા આ કાર્યવાહી કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ચોક્કસ પણે વ્યાપી જવા પામ્યો છે.
વેપારીઓ સમયસર જીએસટી રીટર્ન નહીં ભરે તો ત્રણ મહિના પછી તેઓનો જીએસટી નંબર બંધ કરી દેવામાં આવે છે. તે ઉપરાંત કેટલાક વેપારીઓએ સામેથી જીએસટી નંબર બંધ કરાવી દીધો હોય છે. તેમ છતાં આવા વેપારીઓ જીએસટી ચોરી કરીને પણ વેપાર કરતા હોય છે. હવે જીએસટી વિભાગ દ્વારા આવા વેપારીઓને શોધીને તેઓ સામે કાર્યવાહી કરવા માટે કવાયત હાથ ધરી છે. તે અંતર્ગત સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ તપાસ શરુ કરીને જીએસટી ચોરી પકડી પાડવામાં સારી એવી સફળતા પણ મળી રહી છે.
વેપાર ચાલુ છે કે બંધ તેની સ્થળ તપાસ
જીએસટી નંબર બંધ હોવા છતાં વેપાર કરનારાઓની વિગતો આવ્યા બાદ જીએસટીના અધિકારીઓ સ્થળ તપાસ કરતા હોય છે. તેમાં જીએસટી નંબર લીધો તે વખતે રજુ કરવામાં આવેલું વેપારનુ સ્થળ, ગોડાઉન, ઓફિસ સહિતની જગ્યા પર રુબરુ જઇને તેઓ દ્વારા વેપાર કરવામાં આવે છે કે કેમ તેની જાણકારી મેળવતા હોય છે. તે ઉપરાંત તે જગ્યા પર વાહનોની અવર જવર હોય અને માલ આવતો જતો હોય તો તેની પણ વિગતો અધિકારી એકત્ર કરતા હોય છે. ત્યાર બાદ તપાસ કરવામાં આવતી હોય છે. કારણ કે જીએસટી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે ત્યારે નાની સરખી પણ ભુલ રહી નહીં જાય તે માટે અગોતરુ આયોજન પહેલેથી જ કરી દેવામાં આવતું હોય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
