<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

પહેલી વાર મિસિસ યુનિવર્સનો તાજ મિસિસ ઇન્‍ડિયાના શિરે

સપનાં જોવાની હિંમત કરનાર તમામ મહિલાઓને પોતાની જીત સમર્પિત કરી વિજેતા શેરી સિંહે

મનિલાલ,તા.૧૦: મિસિસ યુનિવર્સ ૨૦૨૫નો તાજ ભારતની શેરી સિંહના માથે પહેરાવાયો હતો. મિસિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી શેરી સિંહ પ્રથમ ભારતીય સુંદરી બની છે. મિસિસ ઇન્‍ડિયા ૨૦૨૫ જીતીને મિસિસ યુનિવર્સ માટે ભારતનું પ્રતિનિધિત્‍વ કરનાર શેરી સિંહે તેની જીત એવી મહિલાઓને સમર્પિત કરી હતી જે મહિલાઓએ સપનાં જોવાની હિંમત કરી હોય. શેરીની સફળતા એ સાબિત કરે છે કે ભારતીય મહિલાઓ ગ્‍લોબલ મંચ પર પાછળ નથી.

૪૮મી મિસિસ યુનિવર્સનો ગ્રેન્‍ડ ફિનાલે ફિલિપીન્‍સના મનિલામાં યોજાયો હતો જ્‍યાં વિશ્વભરના ૧૨૦ દેશોની પ્રતિસ્‍પર્ધીઓએ ભાગ લીધો હતો. શેરીના વુમન એમ્‍પાવરમેન્‍ટ અને મેન્‍ટલ હેલ્‍થ માટેના વિચારોથી તેણે જજને ઇમ્‍પ્રેસ કર્યા હતા. અન્‍ય ફાઇનલિસ્‍ટમાં માર્ગારેટા આઇલેન્‍ડ, શ્‍લ્‍ખ્‍, સાઉથ વેસ્‍ટ એશિયા, કેલિફોર્નિયા, બલ્‍ગેરિયા, મ્‍યાનમાર, પેસિફિક, બુરિયાટિયા, આફ્રિકા, દુબઈ, જપાન, ઉત્તર ફિલિપીન્‍સ, યુરેશિયા, યુક્રેન, લક્‍ઝમબર્ગના પ્રતિનિધિઓનો સમાવેશ હતો. ફર્સ્‍ટ રનરઅપ મિસિસ સેન્‍ટ પિટર્સબર્ગ અને સેકન્‍ડ રનરઅપ મિસિસ ફિલિપીન્‍સ બની હતી.

તાજ પહેરતાં ભાવુક થઈ ગયેલી શેરી સિંહે કહ્યું હતું કે ‘આ જીત ફક્‍ત મારી જ નથી, એવી બધી જ મહિલાઓ માટે છે જેમણે ક્‍યારેય મર્યાદા વિના સપનાં જોવાની હિંમત કરી છે.' નવી દિલ્‍હીની રહેવાસી શેરીનાં લગ્ન સિકંદર સિંહ સાથે ૯ વર્ષ પહેલાં થયાં હતાં અને તે એક દીકરાની મમ્‍મી છે.

(1:23 PM IST)