હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં કાલે રાજયકક્ષાનો વિકાસ સપ્તાહ કાર્યક્રમઃ ભૂપેન્દ્રભાઇ કાલે રાજકોટમાં: ર૦૦ કરોડના ખાતમુર્હુત-લોકાપર્ણ
પંચાયત-કોર્પોરેશન-માર્ગ-મકાન વિભાગના શહેર-જીલ્લાના અનેક કાર્યક્રમો

રાજકોટ તા. ૧૦ :.. ગત તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લઈને જાહેર સેવાની ઐતિહાસિક યાત્રાની શરૂઆત કરી હતી, જેને તાજેતરમાં ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતની વણથંભી વિકાસ ગાથા જન-જનમાં ઉજાગર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વ હેઠળ ગુજરાત સરકાર તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન રૂ. ૨૧.૨૩ કરોડની રકમના કુલ ૨૮૩ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવનારા છે.
આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટ આવી રહ્યા છે. અને તેઓ ર૦૦ કરોડના ખાતમુર્હુત -લોકપર્ણ કરશે. આખો ૧ાા કલાકનો કાર્યક્રમ કાલે સવારે કાલાવાડ રોડ સ્વા.મંદિરના હોલ ખાતે યોજાયો છે.
રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન કચેરી દ્વારા રૂ. ૦.૭૦૦ કરોડની રકમના ૦૧ વિકાસ કાર્યનું લોકાર્પણ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૧૩.૮૪૯ કરોડની રકમના ૮૮ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૦.૯૬૦ કરોડની રકમના ૦૩ વિકાસ કાર્યોનું લોકાર્પણ, રાજકોટ તાલુકા પંચાયત દ્વારા રૂ. ૦.૦૭૦ કરોડની રકમના ૦૨ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૦.૧૩૦ કરોડની રકમના ૦૪ વિકાસ કાર્યોનું લોકાર્પણ, જામકંડોરણા તાલુકા પંચાયત દ્વારા રૂ. ૦.૪૯૯ કરોડની રકમના ૧૫ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૦.૫૯૫ કરોડની રકમના ૧૪ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ગોંડલ તાલુકા પંચાયત દ્વારા રૂ. ૦.૪૬૦ કરોડની રકમના ૧૯ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૦.૫૪૦ કરોડની રકમના ૨૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ઉપલેટા તાલુકા પંચાયત દ્વારા રૂ. ૦.૩૨૯ કરોડની રકમના ૧૨ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૦.૩૮૦ કરોડની રકમના ૧૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા જેતપુર તાલુકા પંચાયત દ્વારા રૂ. ૦.૩૪૫ કરોડની રકમના ૧૨ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૦.૨૯૦ કરોડની રકમના ૧૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે.
આ ઉપરાંત, ધોરાજી તાલુકા પંચાયત દ્વારા રૂ. ૦.૨૦૦ કરોડની રકમના ૦૬ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૦.૪૧૦ કરોડની રકમના ૧૩ વિકાસ કાર્યોનું લોકાર્પણ, પડધરી તાલુકા પંચાયત દ્વારા રૂ. ૦.૧૮૩ કરોડની રકમના ૦૬ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૦.૨૫૦ કરોડની રકમના ૦૭ વિકાસ કાર્યોનું લોકાર્પણ, જસદણ તાલુકા પંચાયત દ્વારા રૂ. ૦.૧૭૦ કરોડની રકમના ૦૭ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૦.૨૩૫ કરોડની રકમના ૦૮ વિકાસ કાર્યોનું લોકાર્પણ, કોટડાસાંગાણી તાલુકા પંચાયત દ્વારા રૂ. ૦.૧૨૦ કરોડની રકમના ૦૪ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૦.૨૭૦ કરોડની રકમના ૦૯ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા વીંછિયા તાલુકા પંચાયત દ્વારા રૂ. ૦.૧૩૫ કરોડની રકમના ૦૫ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૦.૧૧૦ કરોડની રકમના ૦૫ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે. આમ, વિકાસ સપ્તાહ નિમિત્તે કુલ ૧૬.૩૬ કરોડની રકમના ૧૭૬ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૪.૮૭૦ કરોડની રકમના ૧૦૭ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
