હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલે શ્રી દ્વારકાધીશ ભગવાન સમક્ષ શીશ ઝુકાવશે દ્રૌપદી મુર્મુ
તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ રાષ્ટ્રપતિનાં રૂટ ઉપર નવીનીકરણ કામગીરી પુરજોશમાં

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧૦: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કાલે શનિવારે યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવી રહયા છે ત્યારે કલેકટર, પ્રાંત, મામલતદાર, પોલીસ, નગરપાલીકા, ફાયર સહિતના વિભાગો સહિત સમગ્ર વહીવટી તંત્રએ દ્વારકામાં રાષ્ટ્રપતિના રૂટ અને જગતમંદિર સહિતના મહત્વના સ્થળો પર સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આજે સવારે રીહર્સલ સહિત સમગ્ર વહીવટી તંત્રની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાસેના હેલીપેડથી બસ સ્ટેશન રોડ, રબારી ગેઈટ, હોસ્પીટલ રોડ, સર્કિટ હાઉસ, ઈસ્કોન ગેઈટ, સનાતન સેવા મંડલ, હાથી ગેઈટથી જગતમંદિર સુધીના રૂટ પર ચપ્પે ચપ્પે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહયો છે. જગતમંદિરમાં પૂજારી દ્વારા રાષ્ટ્રપતિના આગમન સમયે વિશેષ શણગાર યોજવામાં આવનાર છે. સમગ્ર રૂટમાં સઘન સફાઈ અભિયાન ચલાવાયું છે અને રોડ રસ્તાના નવીનીકરણ તેમજ ફાયર સેફટી સહિતની સુવિધાઓ સઘન બનાવી દેવામાં આવી છે.
યાત્રાધામ દ્વારકા ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવી રહયા હોય ત્યારે તંત્ર દ્વારા તેમના આગમન રૂટ પર સઘન સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. આ સાથે તેમના રૂટમાં આવતાં રોડના નવીનીકરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. તેની સાથોસાથ તંત્ર દ્વારા દ્વારકાના મહિલા બાગ ખાતે રખડતાં નંદી તથા ગાયોને પણ સલામતીના ભાગરૂપે પૂરી દેવામાં આવ્યા છે. દ્વારકાના હાથી ગેઈટથી રૂક્ષ્મણી મંદિર હેલી પેઈડ સુધીના રસ્તામાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને હાઈવે માર્ગ જેમાં હાલ સુધી મસમોટા ખાડા વરસાદી પાણીમાં જોખમી બ્લાઈન્ડ સ્પોટ બની ગયા હતા તે જગ્યાને રાષ્ટ્રપતિના આગમન પગલે નવો નકકોર રોડ તાબડતોબ બનાવવામાં આવી રહયો છે.(તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
