હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી સોમનાથ મહાદેવના દર્શને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણઃ બપોર બાદ સાસણમાં સિંહ દર્શન કરશે

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૧૦ :.. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજે ગીર સોમનાથ જિલ્લાના એકદિવસીય પ્રવાસે આવ્યા છે. રાષ્ટ્રપતિશ્રી મંદિર પરિસર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા સાથે ભગવાન સોમનાથના દર્શન-પૂજા કર્યા હતાં.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ જિલ્લાના એકદિવસીય પ્રવાસે પધાર્યા રહ્યાં છે, ત્યારે હેલિપેડથી માંડીને સોમનાથ મંદિર સુધીના પથમાં ઉભી કરવામાં આવેલી સુવિધાઓ અને સુરક્ષાની છેલ્લી ઘડી સુધીની તૈયારીઓની ેજિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયે સમીક્ષા કરી હતી.
કલેક્ટરશ્રી અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ રાષ્ટ્રપતિશ્રીના આગમનથી લઈને પ્રસ્થાન સુધી ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી.
કલેક્ટરશ્રીએ રાષ્ટ્રપતિશ્રી જ્યારે જિલ્લાના પ્રવાસે છે, ત્યારે તેમના પ્રવાસમાં કોઈ કચાશ ન રહી જાય અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ સાથે જિલ્લાની યાદો પોતાની સાથે સમેટીને લઈ જાય એ પ્રકારનું કાર્ય યોજન કરવા માટે જિલ્લાના અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આજે રાષ્ટ્રપતિના આગમન અંગે મંદિર ખાતે અનેરા સુશોભનો તથા સ્વાગત માટે તૈયારીઓ થઇ હતી.
સોમનાથ મંદિર આસપાસ આજ વહેલી સવારથી જ બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ તથા ડોગ સ્કવોડ દ્વારા ઠેર-ઠેર ઘનીષ્ઠ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરી તથા જે. ડી. પરમાર તેમજ ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઇ મંદિર ખાતે સ્વાગત અને મંદિર સબંધિત જાણકારી તથા સ્મૃતિચિન્હ તેઓને અર્પણ કર્યા હતાં.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કાઠીયાવાડી ભોજન લીધું : સવારે નાસ્તામાં વૈવિધ્યસભર વાનગીનો આસ્વાદ માણ્યો
રાજકોટ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજકોટના મહેમાન બન્યા હતા. ગુરૂવારે સાંજે શહેરમાં આગમન બાદ રાત્રી રોકાણ સર્કિટ હાઉસ ખાતે કર્યુ હતું. ગઇકાલે રાત્રે રાષ્ટ્રપતિને કાઠીયાવાડી ભોજનમાં ઉંધીયુ, બાજરાના રોટલા, દુધી-ચણાનું શાક, તુરીયા, પાત્રા-વટાણા, રજવાડી કઢી, ખીર તથા રસમલાઇ પીરસાઇ હતી. જયારે આજે સોમનાથ જતા પહેલા રાષ્ટ્રપતિજીને નાસ્તામાં ફાફડા ગાંઠીયા, પાત્રા,ખાંડવી, ખમણ, થેપલા, ગ્રીન ટી, ઇંગ્લીશ ટી, કાઠીયાવાડી ચા, બ્લેક કોફી, મીઠી અને ખારી લસ્સી ઉપરાંત તરબુચ, સફરજન, દ્રાક્ષ, કેળુ, કેવી સહીતના ફ્રુટ સાથે સાઉથ ઇન્ડીયન ફુડ, સેન્ડવીચ, મફીન અને ફ્રુટ કાર્ટ મેનુ પીરસવામાં આવ્યું હતું.
સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરશે
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. સોમનાથ દાદાના દર્શન કરી રાષ્ટ્રપતિશ્રીએ સાસણના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. સિંહ દર્શન કરી સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરી કાલે દ્વારકા જશે.
મહામાહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમનાથ મહાદેવ મંદિરે બપોરના ૧૨ વાગ્યાની આરતી, પૂજા વિધિ દર્શન કર્યા હતા. બાદ ૩ વાગ્યાની આસપાસ એશિયાટીક લાયનના નિવાસસ્થાન સાસણ આવી રહ્યા હોય ભારે ધમધમાટ પ્રવર્તે છે. સોમનાથ ખાતેથી હેલિકોપ્ટર દ્વારા ભાલછેલ હેલિપેડ પર તેઓનું આગમન થશે. સાસણ ખાતે પહોંચ્યા બાદ ૨ કલાક ગીર જંગલમાં સિંહ દર્શન કર્યા પછી ગીરના આદિવાસીઓ સાથે મુલાકાત કરી ગીરની જાણકારી મેળવશે.
રાષ્ટ્રપતિનો સાસણ પ્રવાસ અને રાત્રિ રોકાણને લઈને તેઓની સુરક્ષા, ટ્રાફિક નિયમન વગેરેને લઈ આઇજીપી નિલેશ જાજડીયાના માર્ગદર્શન, જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાના સુપરવિઝનમાં આઇપીએસ મયુર પાટીલની મદદથી લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૫ એસપી, એએસપી રોહિત ડાગર, ૧૦ ડીવાયએસપી, ૩૨ પીઆઇ, ૩૮ પીએસઆઇ, ૫૨ એએસઆઈ, ૬૪૫ પોલીસ, ૧૫૦ હોમગાર્ડ, ૨ કંપની એસઆરપી, ૩ ટીમ બીડીડીએસ સહિતનો કાફલો રાઉન્ડ ધ ક્લોક ૨ શિફટમાં તૈનાત કરવામાં આવ્યો છે. સાસણમાં રાષ્ટ્રપતિના આગમનથી પ્રસ્થાનની જગ્યાએ ડોર મેટલ ડિટેક્ટર, ધાબા પોઇન્ટ, વીવીઆઈપી રેસીડેન્ટ, જંગલ સફારી સહિતની જગ્યાએ લોખંડી પહેરો ગોઠવવામાં આવેલ છે.
સાસણ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ શનિવારે સવારે રેસ્કયુ સેન્ટરની મુલાકાત, વળક્ષારોપણ કરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારકા જવા રવાના થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
