<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

રાષ્‍ટ્રપતિજીનું રાજકોટમાં ભાવભર્યુ સ્‍વાગતઃ સરકીટ હાઉસમાં રાત્રી રોકાણઃ કાઠીયાવાડી ડીનરનો આસ્‍વાદ માણ્‍યોઃ સોમનાથ રવાના

રાષ્‍ટ્રપતિજીનું મંત્રીશ્રી મૂળુભાઇ બેરા, મેયર, સાંસદો, પોલીસ કમિશ્નર, કલેકટર દ્વારા શાનદાર સ્‍વાગત

રાષ્‍ટ્રપતિજીનું હિરાસર એરપોર્ટ ખાતે ગઇકાલે સાંજે રેડ કાર્પેટ સાથે ભવ્‍ય સ્‍વાગત કરાયું તે નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)(

રાજકોટ તા. ૧૦: દેશના માનનીય રાષ્‍ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુ ગઇકાલે ઢળતી સાંજે રાજકોટના હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્‍યા હતા, જયાં તેમનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરાયું હતું.

રાષ્‍ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુને રાજકોટ એરપોર્ટ ખાતે પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સંસદસભ્‍યો સર્વશ્રી રામભાઇ મોકરીયા અને શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, શહેર પોલિસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝા, એન.સી.સી.રાજકોટના કમાન્‍ડન્‍ટ બ્રિગેડીયર લોગનાથન તથા કલેકટર ડો.ઓમપ્રકાશે પુષ્‍પગુચ્‍છ આપીને આવકાર્યા હતા. રાષ્‍ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુ તેમની ગુજરાત રાજયની ત્રિદિવસીય મુલાકાતના ભાગરૂપે  રાત્રિરોકાણ માટે રાજકોટ પધાર્યા હતા.હિરાસર એરપોર્ટથી તેઓ સરકીટ હાઉસ ખાતે આવી પહોંચ્‍યા હતા, તેમની સાથે તેમના ત્રણ સચિવ સહિત કુલ ૨૦ થી ૨૫ અધીકારીઓનો કાફલો આવ્‍યો છે.ગઇ રાત્રે રાષ્‍ટ્રપતિજી સરકીટ હાઉસ ખાતે કાઠિયાવાડી ડીનરનો આનંદ માણ્‍યો હતો, આજે સવારે મોર્નીંગમાં તેમણે રાજકોટનું વિખ્‍યાત બ્રેકફાસ્‍ટ લીધુ હતું, આ પછી તેઓ હિરાસર એરપોર્ટ રવાના થયા હતા અને ત્‍યાંથી ખાસ હેલીકોપ્‍ટર મારફત સોમનાથ જવા રવાના થયા હતા. કલેકટર સહિતના અધિકારીઓએ ભાવભરી વિદાય પાઠવી હતી.(૨.૧૪)

(11:42 AM IST)