<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

લોયડ્સ એન્ટરપ્રાઇઝ લી ,ની રોકાણકાર કંપનીએ પ્રી-કોમર્શિયલ સોનાનું ઉત્પાદન ટ્રાયલ શરૂ કર્યું

જોનાગિરી પ્રોસેસ પ્લાન્ટ ખાતે ઉત્પાદન શરૂ : સ્વતંત્ર ભારતમાં ઉત્પાદન તબક્કા સુધી પહોંચનારી પ્રથમ કાર્યરત ખાણોમાંની એક

મુંબઈ : લોયડ્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (LEL) એ જાહેરાત કરી કે તેની રોકાણકાર કંપની, જીઓમાયસોર સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (GMSI) એ જોનાગિરી પ્રોસેસ પ્લાન્ટ ખાતે પ્રી-કોમર્શિયલ ઉત્પાદન ટ્રાયલ (PCOD) શરૂ કરી છે. આ ભારતના સોનાના ખાણકામ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ વિકાસ દર્શાવે છે. GMSI 12 વર્ષથી વિકાસ હેઠળ છે અને હવે તે સ્વતંત્ર ભારતમાં ઉત્પાદન તબક્કા સુધી પહોંચનારી પ્રથમ કાર્યરત ખાણોમાંની એક છે. આ ખાણ આંધ્રપ્રદેશમાં આવેલી છે અને તેની પાસે તમામ જરૂરી નિયમનકારી મંજૂરીઓ છે, જેમાં 2043 સુધી માન્ય પર્યાવરણીય મંજૂરીનો સમાવેશ થાય છે.

(12:19 PM IST)