<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

અમેરિકામાં મહાત્‍મા ગાંધીને પુષ્‍પાંજલી અર્પતા પૂનમબેન માડમ

જામનગરઃ સાંસદ પૂનમબેન માડમ હાલ અમેરિકાના પ્રવાસે છે. તેઓએ ન્‍યુયોર્કના સંયુકત રાષ્‍ટ્ર મુખ્‍યાલય ખાતે રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની પ્રતિમાને સાથી સાંસદો સાથે પુષ્‍પાંજલી અર્પણ કરી હતી. પૂનમબેન માડમે જણાવ્‍યું હતુ કે પૂ. મહાત્‍મા ગાંધીના વિચાર, આદર્શ અને જીવન દર્શન આજે પણ  આપણને શાંતિ, અહિંસા અને સદભાવના માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપે છે. તેમનો સંદેશ સંપુર્ણ માનવતા માટે એક પ્રકાશ સ્‍તંભ છે.(તસ્‍વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(1:05 PM IST)