હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બુલીયન માર્કેટમાં કડાકો : સોનામાં અને ચાંદીમાં ૨૦૦૦ રૂપીયા તૂટયા
સોનું ૧૦ ગ્રામના ભાવ ઘટીને ૧,ર૫,૦૦૦ અને ચાંદીના ભાવ ૧,૬૫,૦૦૦ રૂા. થયા સવારે સોનામાં ર૬૦૦ રૂપીયા અને ચાંદીમાં ૩૦૦૦ રૂા. ઘટયા બાદ બપોરે ફરી બંને કિંમતી ધાતુઓના ભાવો વધી ગયા

રાજકોટ, તા., ૧૦: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં સતત તેજીના તરખાટ બાદ આજે કડાકો બોલી ગયેલ છે. સોનામાં ર૦૦૦ રૂા. અને ચાંદીમાં ર૦૦૦ રૂા. તુટયા છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં આજે સોનામાં ર૦૦૦ રૂા. ઘટયા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,ર૭,૦૦૦ તે ઘટીને આજે બપોરે ૧,રપ,૦૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં ર૦,૦૦૦ રૂપીયાનું ગાબડુ પડયું હતું. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧ર,૭૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧ર,પ૦,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
સોનાની સાથે ચાંદીમાં પણ ભાવો તુ઼ટયા હતા. બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂા. ઘટયા હતા. ગઇકાલે ચાંદીના ભાવ ૧,૬૭,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧,૬૫,૦૦૦ રૂા. થયા છે.
આજે સવારે એક તબક્કે સોનામાં ર૬૦૦ રૂા. અને ચાંદીમાં ૩૦૦૦ રૂા. ઘટી ગયા હતા. જો કે બપોરે ફરી બંને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારો થયો હતો. સોનામાં ૬૦૦ રૂા. અને ચાંદીમાં ફરી ૧૦૦૦ રૂા. વધી ગયા હતા.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિકરારના પગલે આ ભાવઘટાડો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું. (૪.૧૧)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
