News of Friday, 10th October 2025
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમનાથ મંદિર પરિસર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી
અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મહાદેવના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પકર્તા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને રાષ્ટ્રપતિએ સરદાર સાહેબની ભાવવંદના કરી દેશ માટે કરેલા યોગદાનનું સ્મરણ કર્યું

વેરાવળ :રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ સોમનાથ મહાદેવના દર્શન કરતા પૂર્વે દિગ્વિજયદ્વાર સામે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી.અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મહાદેવના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પકર્તા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમણે સરદાર સાહેબની ભાવવંદના કરી દેશ માટે કરેલા યોગદાનનું સ્મરણ કર્યું હતું.સોમનાથ મંદિર પરિસર ખાતે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, ટ્રસ્ટી જે.ડી.પરમાર અને ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યાં હતાં.(તસ્વીર-અહેવાલ: દિપક કક્કડ- વેરાવળ)
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
