<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

ભારતમાં પ્રથમ વાર IPOમાં ૪ લાખ કરોડની બોલી

LG ઇલેક્‍ટ્રોનિક્‍સના IPOએ ઇતિહાસ સર્જી દીધોઃ ૫૪ ગણું સબસ્‍ક્રિપ્‍શન મેળવ્‍યું

મુંબઇ, તા.૧૦: ગઈ કાલે LG ઇલેક્‍ટ્રૉનિક્‍સના ઇનિશ્‍યલ પબ્‍લિક ઑફરિંગ (IPO)એ ઇતિહાસ સર્જી દીધો હતો. આ IPOને સબસ્‍ક્રાઇબ કરવાનો કાલે છેલ્લો દિવસ હતો. રોકાણકારોમાં આ IPO માટે ભારે ડિમાન્‍ડ જોવા મળી હતી. ૧૧,૬૦૭ કરોડ રૂપિયાનો આ IPO ૭ ઑક્‍ટોબરે ખૂલ્‍યો હતો. ત્રીજા દિવસના અંતે કંપનીના ૩૮૫ કરોડથી વધારે શૅર માટે બોલી લાગી, જ્‍યારે ઑફર પર માત્ર ૭.૧૩ કરોડ જેટલા શૅર છે, એટલે કે IPOમાં ૫૪.૦૨ ગણું સબસ્‍ક્રિપ્‍શન જોવા મળ્‍યું હતું. ભારતનો આ પ્રથમ IPO છે જેના સબસ્‍ક્રિપ્‍શન માટે લાગેલી બોલી ૪ લાખ કરોડને પાર ગઈ હતી. આ IPO માટે શૅરની પ્રારંભિક કિંમત પ્રતિશૅર ૧૦૮૦થી ૧૧૪૦ રૂપિયા સુધીની હતી અને બિડ માટેની લૉટ-સાઇઝ ૧૩ શૅરની હતી.

(3:27 PM IST)