<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

અટલ પેન્‍શન યોજના : રોકડ રકમ જમા કરાવાથી દર મહિને ૧ હજારથી પ હજારનું પેન્‍શન મેળવા પાત્ર

કરવા ચોથના દિવસે જીવનસાથીને ભેટ આપી શકાય તેવી સરકારી યોજના

 

 

નવી દિલ્‍હી, તા. ૧૦ : આજે કરવા ચોથની ઉજવણી કરવામાં આવી રહી છે. કરવા ચોથના દિવસે, પરિણીતસ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્‍ય માટે નિર્જળા ઉપવાસ રાખે છે. સવારથી રાત સુધી ચાલતા આ ઉપવાસમાં ચંદ્રની પૂજા કરવામાં આવે છે, અને તે પછી જસ્ત્રીઓ તેમના ઉપવાસ તોડે છે. જ્‍યારે હવેના સમયમાં પતિઓ તેમની પત્‍નીઓને ભેટ પણ આપે છે. કોઈ સાડી આપે છે, તો કોઈ સોનું, અને કોઈ તેમની પત્‍નીની મનપસંદ વસ્‍તુ ગિફ્‌ટ કરે છે. આ કરવા ચોથ પર જો તમારા જીવનસાથીને ભેટ આપવા માંગતા હો, તો તમે તેમનું નામ એક સરકારી યોજનામાં જોડી શકો છો. ચાલો જાણીએ કે તે કઈ સરકારી યોજના છે અને તેના ફાયદા શું છે.

આ યોજના અટલ પેન્‍શન યોજના છે, જે વળદ્ધાવસ્‍થામાં નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનામાં રોકાણ કરીને ૬૦ વર્ષની ઉંમર પછી, માસિક ૧૦૦૦ રૂપિયાથી ૫૦૦૦ રૂપિયા સુધીનું પેન્‍શન મેળવી શકો છો. પેન્‍શનની રકમ તમે કરેલા રોકાણ પર આધાર રાખે છે.

સૌથી પહેલા જાણીએ કે આ યોજનામાં રોકાણ કેવી રીતે કરવું. આ અટલ પેન્‍શન યોજનામાં ઉંમર -માણે રોકાણ થાય છે. ૧૮ વર્ષનું ઉંમર હોય તો દર મહિને માત્રર ૨૧૦ રૂપિયા જમા કરાવવાથી ૬૦ વર્ષની ઉંમર પછી, ૫૦૦૦ રૂપિયાનું માસિક પેન્‍શન મળશે.

ભારતના નાગરિક, ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના, જે લોકો ટેક્‍સ ન ભરતા હોય, એવા બધા જ લોકો આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં જીવનસાથીના નામે પણ રોકાણ કરી શકાય છે, જે વળદ્ધાવસ્‍થામાં નાણાકીય મુશ્‍કેલીઓથી બચવામાં મદદ કરી શકે છે.

અટલ પેન્‍શન યોજનામાં જોડાવા માટે તમારી બેંકમાં જાઓ અને સંબંધિત અધિકારીને મળો. તેઓ તમારું અરજી ફોર્મ ભરીને તમારા ધ્‍ળ્‍ઘ્‍ની -ક્રિયા કરશે. આ પછી દર મહિને ૧,૦૦૦ થી ૫,૦૦૦ રૂપિયા સુધીની પેન્‍શન યોજના પસંદ કરવી પડશે. આ પછી, તમારું બેંક ખાતું યોજના સાથે લિંક થઈ જશે અને તમારી અરજીની પ્રક્રિયા થઈ જશે. (૯.૩પ)

(3:47 PM IST)