હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કર્ણાટકના ચિત્રદુર્ગના MLA કે. સી. વીરેન્દ્ર પર ઇડીનો સકંજો વધુ કડક : ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી સંબંધિત એક મોટા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બેંગલુરુ ઝોનલ યુનિટે 40 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું
ચાલ્લેકેરેમાં બે લોટરમાંથી 24 કેરેટની સોનાની ઇંટો મળી આવી, જેની અંદાજિત કિંમત 50 કરોડ 33 લાખ રૂપિયા : EDએ આ કેસમાં 103 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી હતી, જેમાં સોનું, રોકડ, ઘરેણાં, બેંક એકાઉન્ટ અને લક્ઝરી વાહનો સામેલ

નવી દિલ્હી તા.૧૦ : કર્ણાટકના ચિત્રદુર્ગના MLA કે. સી. વીરેન્દ્ર પર ઇડીનો સકંજો વધુ કડક બની રહ્યો છે. હકીકતમાં ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી સંબંધિત એક મોટા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના બેંગલુરુ ઝોનલ યુનિટે 40 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 150 કિલોગ્રામ ગેરકાયદેસર સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત રૂ. 150 કરોડથી વધુ છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કે.સી. વીરેન્દ્ર અને અન્ય લોકો સામે તપાસના ભાગ રૂપે 9 ઓક્ટોબર, 2025ના રોજ આ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચાલ્લેકેરેમાં બે લોટરમાંથી 24 કેરેટની સોનાની ઇંટો મળી આવી, જેની અંદાજિત કિંમત 50 કરોડ 33 લાખ રૂપિયા છે. આ પહેલા પણ EDએ આ કેસમાં 103 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી હતી, જેમાં સોનું, રોકડ, ઘરેણાં, બેંક એકાઉન્ટ અને લક્ઝરી વાહનો સામેલ છે.
કે. સી. વીરેન્દ્ર પર કરી તપાસ :- EDની તપાસમાં સામે આવ્યું કે, ચિત્રદુર્ગ જિલ્લાના ધારાસભ્ય કે.સી. વીરેન્દ્ર, તેનો પરિવાર અને સહયોગી King567, Raja567 જેવી ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી વેબસાઇટ્સ ચલાવી રહ્યા હતા. જેના દ્વારા સામાન્ય લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. ખેલાડીઓ પાસેથી એકત્ર કરેલા પૈસાને FonePaisa જેવા પેમેન્ટ ગેટવે અને દેશભરના મ્યૂલ એકાઉન્ટ્સ દ્વારા ફેરવવામાં આવતા હતા.
સાઇબર ક્રાઇમ સાથે કનેક્શન :- તપાસમાં સામે આવ્યું છે કે, આ સટ્ટાબાજી એપ્સ આખા દેશના સાઇબર ક્રાઇમ નેટવર્ક સાથે કનેક્ટેડ છે. નાની રકમના બદલામાં લોકોના નામે એકાઉન્ટ્સ ખોલવામાં આવતા હતા, જેથી પૈસાનો સોર્સ છુપાવી શકાય. EDનું અનુમાન છે કે, વીરેન્દ્ર દ્વારા કંટ્રોલ કરવામાં આવતી આ વેબસાઇટ્સનો કારોબાર 2000 કરોડ રૂપિયાથી વધારેનો હોઈ શકે છે.
લક્ઝરી ખર્ચ અને છેતરપિંડી :- વીરેન્દ્ર, તેનો પરિવાર અને સહયોગીઓએ નકલી એકાઉન્ટ્સ દ્વારા ફોરેન ટ્રિપ્સ, વિઝા, હોટલ અને અન્ય લક્ઝરી ખર્ચાઓ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ઉપરાંત માર્કેટિંગ, બલ્ક SMS, પ્લેટફોર્મ હોસ્ટિંગ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન જેવી સુવિધાઓ માટેની ચૂકવણી પણ આ જ ખાતાઓમાંથી કરવામાં આવી હતી.
EDના જણાવ્યા અનુસાર, આ તમામ ખર્ચાઓ માટે પૈસા ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી દ્વારા આવ્યા હતા, ઘણા મધ્યવર્તી ખાતાઓ દ્વારા તેને કાયદેસર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
