હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જમ્મુ-કશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માંગ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી ૮ અઠવાડિયામાં જવાબ માંગ્યો
જમ્મુ-કશ્મીરના બે નિવાસીઓ, શિક્ષણવિદ ઝહૂર અહમદ ભટ અને સામાજિક કાર્યકર ખુરશીદ અહમદ મલિકે આ અરજી દાખલ કરી છે.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જમ્મુ-કશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરતી એક અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી ૮ અઠવાડિયામાં વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. જમ્મુ-કશ્મીરના બે નિવાસીઓ, શિક્ષણવિદ ઝહૂર અહમદ ભટ અને સામાજિક કાર્યકર ખુરશીદ અહમદ મલિકે આ અરજી દાખલ કરી છે.
ચીફ જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. અરજીકર્તાઓના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ડિસેમ્બર ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે આર્ટિકલ ૩૭૦ હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવતી વખતે કેન્દ્ર સરકારને 'વહેલી તકે' રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા અને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો હતો. વિધાનસભા ચૂંટણીઓ તો યોજાઈ ગઈ છે, પરંતુ રાજ્યનો દરજ્જો હજી સુધી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો નથી, જે સંઘવાદના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે.
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું હતું કે આ એક વિશિષ્ટ અને સંવેદનશીલ પરિસ્થિતિ છે, અને જમ્મુ-કશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો નિર્ણય ત્યાંની જમીની વાસ્તવિકતા અને સુરક્ષા સંબંધિત અનેક પાસાઓને ધ્યાનમાં લીધા પછી જ લઈ શકાય છે. કોર્ટે પણ પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરીને સુરક્ષાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવા પર ભાર મૂક્યો હતો. હવે કેન્દ્ર સરકારનો જવાબ આવ્યા બાદ આ મામલે વધુ કાર્યવાહી થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
