સપા વડા અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક પેજ સસ્પેન્ડ
ફેસબુકના પગલાં પછી રાજકીય નેતાઓ અને સમર્થકોમાં નારાજગી: અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક પેજ સસ્પેન્ડ થઈ ગયું છે. વિગતો મુજબ આ પેજને 80 લાખથી વધુ લોકો ફોલો કરતા હતા. આ પગલાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે પ્રતિસાદ જગાવ્યો છે.
અખિલેશ યાદવ છેલ્લા ઘણા સમયથી ફેસબુક સહિત વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સક્રિય રહ્યા છે. પક્ષના નેતાઓના મત મુજબ ફેસબુક દ્વારા તેમનું પેજ અચાનક સસ્પેન્ડ થવું શંકા ઉપજાવે છે. કોઈ પ્રકારની પૂર્વચેતવણી વગર લેવામાં આવેલો આ નિર્ણય અનેક પ્રશ્નો ઊભા કરે છે.
ફેસબુકના પગલાં પછી રાજકીય નેતાઓ અને સમર્થકોમાં નારાજગીનો માહોલ છે. મેરઠના ધારાસભ્ય અતુલ પ્રમુખે કહ્યું, સરકાર અખિલેશ યાદવનું ફેસબુક એકાઉન્ટ બંધ કરીને તેમને લોકોના હૃદયમાંથી દૂર કરી શકતી નથી. સમાજવાદી પાર્ટીના અનેક નેતાઓએ આ પગલાને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે.
એક નેતાએ જણાવ્યું કે, દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના પેજને નિષ્ક્રિય કરવો એ સ્પષ્ટ સંકેત છે કે સરકાર સોશિયલ મીડિયાનો ઉપયોગ વિરોધી અવાજ દબાવવા માટે કરી રહી છે.
ઘણા સમર્થકો અને રાજકીય વિશ્લેષકો માનતા છે કે આ ઘટનાને માત્ર ફેસબુકની નીતિ તરીકે જોઈ શકાતી નથી. જો સરકારે અથવા કોઈ રાજકીય દબાણ હેઠળ આ પગલું ભરવામાં આવ્યું હોય તો તે ભારતની લોકશાહી અને સ્વતંત્ર અભિવ્યક્તિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. અખિલેશ યાદવનું પેજ સમાજવાદી વિચારોનો પ્રવાહ, યુવાનોના પ્રશ્નો અને સમાજ માટેના વિચારમંથનનું માધ્યમ હતું.. તેનું અચાનક સસ્પેન્શન એ પાર્ટી સમર્થકોમાં નિરાશા અને ગુસ્સો ફેલાવનારા બનાવ તરીકે જોવામાં આવી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
