News of Saturday, 11th October 2025
દિવાળી ટાણે જ ચેક ક્લિયરિંગની મુશ્કેલીઃ કરોડોના વ્યવહાર અટવાયા
રિઝર્વ બેંકની નવી સિસ્ટમના અમલમાં ટેકનિકલ પ્રશ્નો

નવી દિલ્હી તા.૧૧: દિવાળી ટાણે જ ચેક ક્લિયરિગની મુશ્કેલીના પગલે કરોડોના રૂપિયાના વ્યવહારો અટવાયા છે. જેના પગલે બજારમાં નાણાંભીડ જોવા મળી રહી હોવાની ફરિયાદ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંક દ્વારા અમલી બનાવવામાં આવેલી નવી ચેક ક્લિયિરંગ સિસ્ટમમાં દાવો એવો કરાયો હતોકે, ચેક રજૂ કરનાર ખાતેદારના ખાતામાં ચાર કલાકમાં જ નાણાં જમા આવી જશે. જોકે આ ઘણા કિસ્સામાં પોકળ સાબિત થયા છે.
દેશભરમાં આ મુશ્કેલી સર્જાઈ હોવાના કારણે રિઝર્વ બેંકે સાંજે ૭ વાગ્યા સુધીનો સમય કટઓફ સમય હતો તે વધારીને રાત્રીના ૧૧ વાગ્યા સુધીનો કરી દીધો હતો. કર્મચારીઓ ખાતેદારોને જણાવી રહ્યા છેકે, સિસ્ટમ જ કાર્ય કરતી નથી, કોઈ ડેટા દેખાતા નથી આથી કોઈ જ જવાબ ખાતેદારોને આપી શકાતો નથી.
એક રાષ્ટ્રિયકૃત બેંકના ચેક તો ૧૫ દિવસથી ક્લિયર ન થયા હોવાની ચર્ચા ચાલી રહી છે.ચુકવણીમાં ઝડપ લાવવાના હેતુથી નવી સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે પણ તે પારંભિક સમસ્યાઓનો સામનો કરી રહી છે. ખાતેદારોની ફરિયાદ છેકે, બેંક કર્મચારીઓને પ્રશિક્ષિત કરવામાં આવ્યા નથી. જેના પગલે ટેકનિકલ સમસ્યાઓથી ચેક ક્લિયરિગને અસર પડી રહી છે.
ચેક ટ્રેકેશન સિસ્ટમ મુજબ સતત કિલપરિગ અને સેટલમેન્ટનો પ્રથમ તબક્કો તા.૪થી શરૂ થયો છે. જે સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીમાં જમા કરાયેલા ચેક સ્કેન કરીને તુરત જ ક્લિવિગ માટે મોકલવામાં આવે છે. સવારના ૧૧ વાગ્યાથી બેંક પ્રત્યેક કલાકે લેણદેશ પુરી કરે તેવી યોજના છે પણ બેંકો નેશનલ પેમેન્ટ કોર્પો. ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ ઓટોમેટેડ ક્લિયરિગ હાઉસના નેજા હેઠળ કાર્ય કરે છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
