<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

સાવિત્રી જિંદાલ રૂ.૩.૩ લાખ કરોડની સંપત્તિ સાથે દેશનાં સૌથી ધનાઢ્‍ય મહિલા

હવે દેશના સૌથી રિચેસ્‍ટ વ્‍યક્‍તિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી સાવિત્રી જિંદાલ યાદીમાં ત્રીજા ક્રમે રહ્યા છે

નવી દિલ્‍હી તા.૧૧: ફોર્બ્‍સ ઈન્‍ડિયાના ૨૦૨૫ના ભારતના સૌથી ધનાઢ્‍ય લોકોની યાદી મુજબ હરિયાણાના હિસારના ધારાસભ્‍ય અને ઓપી જિદાલ ગ્રુપની ચેરપર્સન સાવિત્રી જિદાલ દેશના સૌથી ધનવાન મહિલા બન્‍યા છે. તેમની કુલ સંપત્તિ ૩૯.૬ અબજ ડોલર (આશરે ૩.૩ લાખ કરોડ) હોવાનું ફોર્બ્‍સ યાદીમાં જાહેર કરાયું છે. આ સાથે જ હવે દેશના સૌથી રિચેસ્‍ટ વ્‍યક્‍તિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી સાવિત્રી જિદાલ યાદીમાં ત્રીજા ક્રમે રહ્યા છે.

વિશ્વના ધનકુબેરોની યાદીમાં સાવિત્રી જિદાલ ૪૮માં સ્‍થાને છે. અગાઉ એપ્રિલ ૨૦૨૫માં જાહેર ફોર્બ્‍સ બિલિયોનેર લિસ્‍ટ મુજબ સાવિત્રી જિદાલની કુલ સંપત્તિ ૩૩.૫ અબજ ડોલર હતી. છ મહિનાના સમયગાળામાં તેમની સંપત્તિમાં અધધ ૪.૧ અબજ ડોલરનો વધારો નોંધાયો છે. એકતરફ દેશના ટોચના ૧૦૦ ધનિક લોકોની નેટવર્થમાં ૯ ટકાનો ઘટાડો નોંધાતા એક ટ્રિલિયન ડોલર (૮૮ લાખ કરોડ) થઈ છે ત્‍યારે બીજીતરફ સાવિત્રી જિદાલની કુલ સંપત્તિમાં વધારો થયો છે. દેશના ટોચના ધનિકોની ૨૦૨૪માં કુલ સંપત્તિનો આંક ૧.૧ ટ્રિલિયન ડોલર અર્થાત ડ્ડ૯૭ લાખ કરોડ હતો.  

સાવિત્રી જિદાલ હરિયાણાના હિસાર બેઠકથી ધારાસભ્‍ય ચૂંટાયા છે. તેઓ જિદાલ ગ્રુપના સંસ્‍થાપક સ્‍વર્ગસ્‍થ ઓમ પ્રકાશ જિદાલના પત્‍ની છે. ૨૦૦૫માં એક હેલિકોપ્‍ટર દુર્ઘટનામાં ઓ પી જિદાલનું મૃત્‍યુ થયું હતું, ત્‍યારપછી સાવિત્રી જિદાલે ગ્રૂપનું નેતૃત્‍વ સંભાળ્‍યું હતું. આ વેપાર સામ્રાજ્‍ય હવે ચાર પુત્રો વચ્‍ચે વિભાજિત છે. સૌથી મોટા પુત્ર નવીન જિદાલ હાલમાં કુરુક્ષેત્ર બેઠકથી ભાજપના સાંસદ છે.

(10:07 AM IST)