<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

દિવાળી પહેલા મોદી સરકારની કરોડો કર્મચારીઓને મોટી ભેટ: હવે નિવૃત્તિના દિવસે જ મળશે પેન્શન! પેન્શન પ્રક્રિયા થશે સંપૂર્ણ ડિજિટલ અને ઝડપી

જો આ વધારો થશે, તો તે લાખો પીએફ પેન્શનરો માટે મોટી આર્થિક રાહત સાબિત થશે.

નવી દિલ્હી: દિવાળીના તહેવાર પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોદી સરકારે એક મોટી અને રાહતરૂપ જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (CCS) કર્મચારીઓના પેન્શન અને નિવૃત્તિ લાભોની ચુકવણીમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. આ નિર્ણયનો લાભ કરોડો કર્મચારીઓને મળશે.
પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DPPW) દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ પેન્શનની સમગ્ર પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને સમયસર બનાવવાનો છે.

આ ફેરફારોને કારણે હવે નિવૃત્ત કર્મચારીઓને તેમના પેન્શન માટે મહિનાઓ સુધી રાહ જોવી પડશે નહીં. તેમને નિવૃત્તિ પછી તરત જ પેન્શન મળવાનું શરૂ થઈ જશે.
નવી સિસ્ટમ હેઠળ, માત્ર મંજૂરીના અભાવે હવે કોઈ કર્મચારીનું પેન્શન અટકાવવામાં આવશે નહીં. તમામ વિભાગોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, નિવૃત્તિના ઓછામાં ઓછા ત્રણ મહિના પહેલા પેન્શનની મંજૂરી આપી દેવામાં આવે.
    આ સુધારાઓ પેન્શન પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ, પારદર્શક અને સમયસર બનાવશે. નિવૃત્ત થતા કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે સમયસર પેન્શન અને લાભોના રૂપમાં તેમની વર્ષોની મહેનતનું યોગ્ય સન્માન મળશે.
આ સારા સમાચાર ઉપરાંત, સરકાર પીએફ ખાતા ધારકોના પેન્શનમાં પણ વધારો કરી શકે છે. હાલમાં જે પીએફ ખાતાધારકોને રૂ.1000 નું પેન્શન મળી રહ્યું છે, તેમાં રૂ.2500 સુધીનો વધારો થવાની પ્રબળ સંભાવના છે. જો આ વધારો થશે, તો તે લાખો પીએફ પેન્શનરો માટે મોટી આર્થિક રાહત સાબિત થશે.

(11:30 AM IST)