હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિવાદ બાદ તાલિબાનના વિદેશ મંત્રીનું 'ડૅમેજ કંટ્રોલ': ભારતમાં બીજી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને મંજૂરી આપી; આગ્રાનો તાજમહેલ પ્રવાસ રદ
પ્રેસ કોન્ફરન્સ વિવાદ અને તાજમહેલ પ્રવાસ રદ થવાથી તેમની આ મુલાકાત સતત ચર્ચાનું કેન્દ્ર બની રહી છે

નવી દિલ્હી: ભારતની મુલાકાતે આવેલા અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારો પર કથિત પ્રતિબંધનો વિવાદ થયા બાદ, તેમણે એક મોટું 'ડૅમેજ કંટ્રોલ' પગલું ભર્યું છે. તાલિબાનના વિદેશ મંત્રી મુત્તાકીએ હવે એક બીજી પ્રેસ કોન્ફરન્સ યોજી છે, જેમાં મહિલા પત્રકારોને આમંત્રણ આપીને તેમને સવાલો પૂછવાની મંજૂરી આપવામાં આવી છે.
પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં મહિલાઓને રોકવાના વિવાદ બાદ તાલિબાન સરકારે પણ સ્પષ્ટતા જારી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં કોઈ મહિલા પત્રકારોને ઇરાદાપૂર્વક રોકવામાં આવ્યા ન હતા, પરંતુ તે ફક્ત દૂતાવાસના અધિકારીઓ અને પસંદગીના થોડા પત્રકારો માટે જ હતી. ભારતીય વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી હતી કે ભારત પ્રેસ કોન્ફરન્સના આયોજનમાં સામેલ નહોતું.
એક અન્ય મહત્વના ઘટનાક્રમમાં, અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીનો આગ્રાનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે મુત્તાકી રવિવારે સવારે ૧૧ વાગ્યે તાજમહેલની મુલાકાત લેવાના હતા.
જોકે, અણધાર્યા સંજોગોને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી છે. મુત્તાકીના આગ્રા કાર્યક્રમ રદ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
મુત્તકીની મુલાકાતનો પ્રારંભ શનિવારે સહારનપુરના દેવબંદમાં મદરેસા દારૂલ ઉલૂમ પહોંચવાથી થયો હતો, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, પ્રેસ કોન્ફરન્સ વિવાદ અને તાજમહેલ પ્રવાસ રદ થવાથી તેમની આ મુલાકાત સતત ચર્ચાનું કેન્દ્ર બની રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
