<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

તેજસ્વી યાદવના ગઢ રાઘોપુરમાં ચૂંટણી પ્રચાર શરૂ કરતાં જ પ્રશાંત કિશોર સામે કેસ દાખલઃ આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપઃ રાજકારણમાં ગરમાવો

રાઘોપુરથી પ્રચાર શરૂ કરતા કિશોરે તેજસ્વી યાદવ એકથી વધુ મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે તેવી અટકળો પર કટાક્ષ કરતા કહ્યું, "કદાચ તેમનું ભાગ્ય તેમના સાથી રાહુલ ગાંધી જેવું હશે, જેમણે ૨૦૧૯ માં વાયનાડ જીત્યું હતું પરંતુ તેમની પરંપરાગત અમેઠી બેઠક ગુમાવી દીધી હતી."

પટણાઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટેની ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જન સૂરજ પાર્ટીના સ્થાપક અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા તેજસ્વી યાદવના ગૃહ મતવિસ્તાર રાઘોપુરમાં પ્રચાર શરૂ કર્યાના એક દિવસ બાદ જ તેમની વિરુદ્ધ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મહાગઠબંધન અને NDA બેઠક વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવા માટે વ્યસ્ત છે ત્યારે, જન સૂરજ પાર્ટીએ પોતાનો પ્રચાર આક્રમક રીતે શરૂ કર્યો છે. ૪૭ વર્ષીય પ્રશાંત કિશોરે તેજસ્વી યાદવના પરંપરાગત મતવિસ્તાર રાઘોપુરથી ચૂંટણી પ્રચાર શરૂ કરીને એક મોટો રાજકીય સંદેશ આપ્યો છે.
તેજસ્વી પર નિશાન: રાઘોપુરથી પ્રચાર શરૂ કરતા કિશોરે તેજસ્વી યાદવ એકથી વધુ મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે તેવી અટકળો પર કટાક્ષ કરતા કહ્યું, "કદાચ તેમનું ભાગ્ય તેમના સાથી રાહુલ ગાંધી જેવું હશે, જેમણે ૨૦૧૯ માં વાયનાડ જીત્યું હતું પરંતુ તેમની પરંપરાગત અમેઠી બેઠક ગુમાવી દીધી હતી."
 ઉષ્માભર્યું સ્વાગત: ગંગા નદીની પેલે પાર પટનાથી લગભગ ૫૦ કિલોમીટર દૂર સ્થિત આ વિસ્તારમાં પ્રશાંત કિશોરનું સમર્થકોએ ઢોલના તાલે માળા અને ફૂલોથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
    ગ્રામજનોની ફરિયાદો: છેલ્લા કેટલાક વર્ષોથી બિહારમાં ગામડે-ગામડે પગપાળા મુસાફરી કરી રહેલા કિશોરે ગ્રામજનો સાથે મુલાકાત કરી, જેમણે તેમને શિક્ષણ, રસ્તાઓ અને અન્ય મૂળભૂત સુવિધાઓના અભાવ અંગે ફરિયાદો કરી હતી.
જોકે, પ્રચારની શરૂઆતની સાથે જ આચારસંહિતાના ઉલ્લંઘનનો કેસ દાખલ થતાં બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

(3:16 PM IST)