હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 12th October 2025
રાજમાતા વિજયારાજે સિંધિયાને નરેન્દ્રભાઈની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
કહ્યું કે, જનસંઘ અને ભાજપને મજબૂત કરવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મજયંતિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડા પ્રધાને 'એક્સ' (ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, રાજમાતાએ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજમાતા વિજયારાજે સિંધિયા ભારતની સાંસ્કૃતિક જડો પ્રત્યે અત્યંત સમર્પિત હતાં અને જીવનભર તેના સંરક્ષણ અને પ્રચારનું કાર્ય કરતાં રહ્યાં.
પ્રધાનમંત્રીએ તેમના સમાજ સેવાના યોગદાનને ક્યારેય ન ભૂલી શકાય તેવું ગણાવ્યું હતું. ગ્વાલિયરના રાજવી પરિવારમાંથી આવતા રાજમાતાનું જાહેર જીવન પ્રત્યેનું સમર્પણ પ્રેરણાદાયી છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
