<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

રાજસ્થાનના સીકરમાં ગોઝારી ઘટના: ફ્લેટમાંથી મા અને ૪ બાળકોના સડેલા કાળા પડી ગયેલા મૃતદેહ મળ્યા; સામૂહિક આત્મહત્યાની આશંકા

પોલીસે જણાવ્યું કે ફ્લેટ ઘણા દિવસોથી બંધ હતો અને અંદરથી તીવ્ર દુર્ગંધ આવતા પડોશીઓએ જાણ કરી હતી.

સીકર (રાજસ્થાન): રાજસ્થાનના સીકર શહેરમાં એક ગોઝારી ઘટના સામે આવી છે, જ્યાં એક ફ્લેટમાંથી માતા અને તેના ચાર બાળકોના મૃતદેહ સડેલી હાલતમાં મળી આવ્યા હતા. 

 

પોલીસે જણાવ્યું કે ફ્લેટ ઘણા દિવસોથી બંધ હતો અને અંદરથી તીવ્ર દુર્ગંધ આવતા પડોશીઓએ જાણ કરી હતી. અત્તર છાંટીને પોલીસ અને ફોરેન્સિક ટીમ અંદર પ્રવેશી ત્યારે તેમને ૩૫ વર્ષીય માતા કિરણ (પિંકી) અને તેના ૧૮, ૧૩, ૪ અને ૨ વર્ષના ચાર બાળકોના મૃતદેહ મળ્યા હતા. 

 

પોલીસને સ્થળ પરથી ઝેરના ૮ ખાલી પેકેટ મળી આવતાં સામૂહિક આત્મહત્યાની આશંકા છે, જેનું કારણ પારિવારિક ઝઘડો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

 

પડોશીઓના કહેવા પ્રમાણે પિન્કી ખૂબ જ હસમુખી હતી અને સોશિયલ મીડિયા ઉપર તેનો ફેન વર્ગ ખૂબ મોટો હતો.

(4:36 PM IST)