<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

ફ્લાઈટના હાર્ડ લેન્ડિંગના કારણે મંત્રાલયની ચિંતા વધારો:કેન્દ્રીય મંત્રી એ બેઠકમાં ડીજીસીએ અને અધિકારીઓને કડક ચેતવણી આપી

રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે લાંબા અંતરની ફ્લાઇટ્સ ચલાવતા પાયલોટ મુસાફરોની સલામતી પ્રત્યે સભાન રહે તે જરૂરી છે. તેમજ તેની માટે વધારાની સિમ્યુલેટર તાલીમ લેવી જોઈએ

નવી દિલ્હી : અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બાદ એવિએશન ઉદ્યોગ સતત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તેમજ છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટના હાર્ડ લેન્ડિંગના કારણે મંત્રાલયની ચિંતા વધારો થયો છે. ત્યારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક બેઠકમાં ડીજીસીએ અને એર ઇન્ડિયાના અધિકારીઓને કડક ચેતવણી આપી છે.

આ બેઠકમાં રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે લાંબા અંતરની ફ્લાઇટ્સ ચલાવતા પાયલોટ મુસાફરોની સલામતી પ્રત્યે સભાન રહે તે જરૂરી છે. તેમજ તેની માટે વધારાની સિમ્યુલેટર તાલીમ લેવી જોઈએ. તેમણે કહ્યું કે જે પાયલોટ ફ્લાઇટ દરમિયાન પ્રામાણિકપણે ટેકનિકલ સમસ્યા અથવા ભૂલની જાણ કરે છે તેની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે.

આ બેઠકમાં એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો કે હાલમાં એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના કેટલા વિમાનો ગ્રાઉન્ડેડ છે. મંત્રીએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન એર મુસાફરોની સંખ્યામાં વધી રહી છે. ત્યારે આટલા બધા વિમાનોને ગ્રાઉન્ડેડ કરવા યોગ્ય નથી.

આ ઉપરાંત મંત્રીએ ડીજીસીએને મુસાફરોને અસુવિધા ન થાય અને કોઈપણ એરલાઇન મનમાની ન કરી શકે તેની ખાતરી કરવા માટે દરરોજ ફ્લાઇટ્સ અને ટિકિટ ભાડા પર નજર રાખવાનો આદેશ આપ્યો. મંત્રાલયે જણાવ્યું હતું કે તહેવારોની મોસમ દરમિયાન ફ્લાઇટ્સ સમયસર ચાલવી જોઈએ, પાઇલટ્સ સંપૂર્ણપણે તૈયાર હોવા જોઈએ અને મુસાફરો ભય વિના મુસાફરી કરી શકે તે સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત ઉડ્ડયન મંત્રીએ તમામ વિભાગોને આગામી સમીક્ષા બેઠક પહેલાં એક વ્યાપક કાર્યવાહી અહેવાલ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે.

(6:00 PM IST)