<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

પ્રેમિકાનું મોઢું દબાવી કુહાડીથી નિર્મમ હત્યા: અવાજ સાંભળીને આવેલી વૃદ્ધ દાદીને પણ રહેંસી નાખી

આરોપી અને મૃતક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને કોઈક બાબતે ઝઘડો થતાં મામલો હત્યા સુધી પહોંચ્યો:બેવડી હત્યા કર્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી પોતાની સ્કોર્પિયો ગાડીમાં ફરાર થઈ ગયો

સુરગુજા: છત્તીસગઢના સુરગુજા જિલ્લાના ઉદયપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત ક્રૂર ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અહીં એક યુવકે તેની પ્રેમિકાના મોંમાં કપડું ઠુંસીને કુહાડીના ઘા ઝીંકીને તેની નિર્મમ હત્યા કરી હતી. 
આ દરમિયાન યુવતીની ચીસો સાંભળીને તેની વૃદ્ધ દાદી વચ્ચે બચાવવા આવતા, આરોપીએ તેમના પર પણ કુહાડીથી હુમલો કરી તેમને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અને મૃતક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને કોઈક બાબતે ઝઘડો થતાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. બેવડી હત્યા કર્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી પોતાની સ્કોર્પિયો ગાડીમાં ફરાર થઈ ગયો હતો.
તેણે હત્યામાં વપરાયેલ કુહાડીને નજીકના તળાવમાં ફેંકી દીધી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો અને તેની પૂછપરછના આધારે હત્યામાં વપરાયેલું હથિયાર પણ કબ્જે કર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


 

(10:46 PM IST)