હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હરિયાણા આઇપીએસ આત્મહત્યા કેસમાં નવો વળાંક, એફઆઈઆરમાં એસસી/એસટી એક્ટની કલમ બદલાઈ; આજીવન કેદની જોગવાઈ
જો કોઈ વ્યક્તિને જાતિના આધારે ત્રાસ આપીને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવે, તો આરોપીને આજીવન કેદ સુધીની સજા થઈ શકે

ચંદીગઢ: હરિયાણાના ચર્ચિત આઇપીએસ અધિકારી વાય. પુરન કુમારના આપઘાત કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. મૃતક અધિકારીના પત્નીની અરજી બાદ પોલીસે એફઆઈઆરમાં એસસી/એસટી (અત્યાચાર નિવારણ) એક્ટની કલમ ૩(૨)(વી) ઉમેરી છે. આ કલમ હેઠળ, જો કોઈ વ્યક્તિને જાતિના આધારે ત્રાસ આપીને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવે, તો આરોપીને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.
અગાઉ, પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાની અને એસસી/એસટી એક્ટની હળવી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પરંતુ, મૃતકના પત્ની, જેઓ પોતે એક વરિષ્ઠ આઈએએસ અધિકારી છે, તેમણે પોલીસને પત્ર લખીને જણાવ્યું કે એફઆઈઆરમાં એસસી/એસટી એક્ટની કલમો નબળી છે અને તેમાં યોગ્ય સુધારો થવો જોઈએ.
તેમણે હરિયાણાના ડીજીપી અને રોહતકના એસપી જેવા ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ કલમ ઉમેરાયા બાદ હવે ચંદીગઢ એસઆઇટી (વિશેષ તપાસ ટીમ) આ કેસને "સામાન્ય આત્મહત્યા" નહીં, પરંતુ "યોજનાપૂર્વકના ષડયંત્ર" તરીકે જોઈ રહી છે અને તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
