હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

કોરબા: છત્તીસગઢના કોરબામાં આવેલી નીલકંઠ કંપનીના પરિસરમાં મહિલા બાઉન્સરોની ગુંડાગીરીનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નોકરી માટે આવેલા એક યુવકને મહિલા બાઉન્સરો દ્વારા શર્ટ ફાડીને ખેંચીને માર મારવામાં આવી રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે યુવક કંપનીમાં નોકરી માટે ગયો હતો.
કંપની મેનેજમેન્ટનો આરોપ છે કે યુવક દારૂના નશામાં હતો અને અન્ય લોકો સાથે મારપીટ કરી રહ્યો હતો. ત્યારે, પીડિત યુવકનું કહેવું છે કે તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું અને કારણ વગર માર મારવામાં આવ્યો.
દરમિયાન પોલીસે પીડિત યુવક વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બાઉન્સરોની દાદાગીરી સામે સવાલો ઉભા થયા છે. એક મહિનામાં કોરબામાં આ પ્રકારની આ બીજી ઘટના છે, જેણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM