હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 12th October 2025
ભોપાલમાં બ્લિંકિટ ડિલિવરી બોયઝનો આતંક, ભાજપ નેતાના ઘરે લાઠી-દંડા સાથે તૂટી પડ્યા :નોકરોને માર માર્યો
આ ઘટનાએ ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ સાથે જોડાયેલા કર્મચારીઓના વર્તન અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ઓનલાઈન ડિલિવરી કંપની બ્લિંકિટના ડિલિવરી બોયઝની ગુંડાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક ડિલિવરી બોયઝે કથિત રીતે એક ભાજપ નેતાના ઘરે લાકડી-દંડા લઈને હુમલો કર્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, કોઈક બાબતે વિવાદ થયા બાદ ડિલિવરી બોયઝનું ટોળું ભાજપ નેતાના ઘરે પહોંચ્યું હતું. જ્યારે નેતાએ દરવાજો ન ખોલ્યો, ત્યારે તેમણે બહાર હાજર રહેલા નોકરોને માર માર્યો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હુમલાનું ચોક્કસ કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને તેમને પકડવાના પ્રયાસો કરી રહી છે.
આ ઘટનાએ ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ સાથે જોડાયેલા કર્મચારીઓના વર્તન અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
