હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અયોધ્યામાં ભીષણ વિસ્ફોટ, મકાન જમીનદોસ્ત: ૩૦ મીટર દૂર સુધી લાશોના ચીંથરા ઉડ્યા
વિસ્ફોટ એટલો ભયાનક હતો કે મૃતદેહોના ચીંથરા થઈ ગયા હતા અને કટકા ૩૦-૪૦ મીટર દૂર સુધી ફંગોળાયા

અયોધ્યા: અયોધ્યાના એક ગામમાં ગુરુવારે રાત્રે થયેલા એક ભીષણ વિસ્ફોટમાં એક બે માળનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું અને પાંચ લોકોના કરુણ મૃત્યુ થયા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે મૃતદેહોના ચીંથરા થઈ ગયા હતા અને કટકા ૩૦-૪૦ મીટર દૂર સુધી ફંગોળાયા હતા.
મૃતકોમાં મકાનમાલિક રામકુમાર, તેમના પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય બે મૃતદેહો ઓળખી ન શકાય તેવી હાલતમાં છે.
પોલીસ અને બચાવ દળોએ ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. પ્રારંભિક તપાસમાં વિસ્ફોટનું કારણ એલપીજી સિલિન્ડર અથવા પ્રેશર કૂકર ફાટવાનું હોવાનું માનવામાં આવે છે. ઘટનાસ્થળેથી કોઈ વિસ્ફોટકના અવશેષો મળ્યા નથી. એડીજી સુજીત પાંડેના જણાવ્યા મુજબ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ફોરેન્સિક ટીમો વિસ્ફોટના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે. ૭૨ કલાક પછી પણ તપાસ ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી, જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
