તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૫ રવિવાર
News of Monday, 13th October 2025
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી-૧૦૮:‘‘આ ચેતના જ પ્રત્યેકની માર્ગદર્શક સત્તા છે, એ જ બની રહો''
જયારે તમે કોઇ પરિસ્થિતિમાં ઘણા હેરાન થાઓ અને તમને ખબરના પડે કે એમાંથી કેવી રીતે નીકળાય તો વિચારો નહી, બસ ગહન નિર્વિચારમાં ઉતરી જાઓ અને પોતાના અંતર્વિવેકને પોતાનુ માર્ગદર્શન કરવા દો. શરૂ શરૂમાં તમને ભય લાગશે, અસુરક્ષા લાગશે પરંતુ જલદી જ જયારે તમે એક દરેક વખત યોગ્ય નિર્ણય ઉપર પહોંચશો, જયારે તમે દરેક વખત સાચા દ્વાર ઉપર પહોંચી જશો તો તમારામાં સાહસ આવી જશે અને તમે વિશ્વાસ કરવા લાગશો...
જો એવો વિશ્વાસ આવે છે તો એને જ હું શ્રધ્ધા કહું છું આ વાસ્તવમાં આધ્યાત્મિક શ્રધ્ધા છે. અંતવિવેકમાં શ્રધ્ધા છે. બુધ્ધિ તો તમારા અહંકારનો હિસ્સો છે. તે તો પોતાનો પોતા ઉપર જ વિશ્વાસ છે. જે ક્ષણે તમે પોતાના ભીતર ઉંડા ઉતરો છો તો તમે બ્રહ્માંડના આત્મમાં પહોંચી જાઓ છો. તમારી અંતઃપ્રજ્ઞા પરમ વિવેકનો અંશ છે. જયારે તમે પોતાનું જ અનુસરણ કરો છો તો બધું જ ગુંચવી નાખો છો અને તમને ખબર પડતી નથી કે તમે શું કરી રહ્યા છો. તમે પોતાને મોટા જ્ઞાની સમજી શકો છો નહી. જ્ઞાન તો マદયમાંથી આવે છે. બુધ્ધિમાંથી નહી. જ્ઞાન તમારા આત્માના અંતરતમમાંથી ઉઠે છે, મસ્તકમાંથી નહી. પોતાની ખોપડીને અલગ હટાવી દો અને આત્માનું અનુસરણ કરો, ચાહે તે ગમે ત્યાં પણ લઇ જાય. જો તમને ખતરામાં પણ લઇ જાય તો ખતરામાં જાઓ કારણ કે એ જ તમારા માટે અને તમારા વિકાસ માટે માર્ગ બનશે. તમારાથી તમે વિકસીત થશો, પાકા થશો. જો અંતવિવેક તમને મૃત્યું તરફ પણ લઇ જાય તો પણ એની પાછળ જાઓ કારણ કે તે તમારો માર્ગ હશે. એનું અનુસરણ કરો.એનામાં શ્રધ્ધા કરો. એના પર ચાલવા માંડો.
- રજનીશના પ્રણામ
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
