News of Monday, 13th October 2025
ભાજપની નવી ટીમ-વિસ્તરણના પડઘમ વચ્ચે ભાગવત કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં
સરસંઘચાલક મોહન ભાગવત પ્રેક્ષાવિશ્વ ભારતીમાં સંબોધન કરશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક આગેવાનો મળવા જશે

અમદાવાદ તા.૧૩: રાષ્ટ્રીયસ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત મંગળવારથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખપદે સંઘના જ એક સ્વયંસેવક એવા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ થઇ છે અને હવે તેઓ પોતાની નવી ટીમ બનાવવાની કવાયત હાથ ધરનાર છે. બીજી તરફ મંત્રીમંડળના વિસ્તરણ-ફેરફારની શક્યતાઓ છે એવા સમયે સંઘ સુપ્રીમોની ત્રણ દિવસની મુલાકાતને મહત્ત્વની ગણવામાં આવી રહી છે.
આરએસએસ, ગુજરાત એકમના કહેવા પ્રમાણે, સરસંઘચાલક ૧૪ ઓક્ટોબરે સવારે અમદાવાદ આવી પહોંચશે અને બપોરે ૧૨.૧૫ વાગે હેડગેવાર ભવન ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક અને મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક આગેવાનો મળવા જશે કરશે. ૧૩મીએ સવારે ૯.૩૦ વાગે કોબા ખાતે આવેલા પ્રેક્ષાવિશ્વભારતી ખાતે પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી સાથે મુલાકાત કરશે અને અહીં ઉપસ્થિત લોકોને સંબોધન કરશે. બપોરે ૧૨.૩૦ વાગે ભાગવત ફરીથી સંઘ કાર્યાલય પહોંચી કાર્યકર્તાઓ, આગેવાનો સાથે બેઠક કરશે. સંઘ સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા પ્રમાણે, સંઘની શતાબ્દી વર્ષની ઉજવણી આખુ વર્ષ યોજાનાર છે અને તેને લઈને કેવા કેવા પ્રકારના કાર્યક્રમો હાથ ધરવા તેના અંગે સરસંઘચાલકનું માર્ગદર્શન મહત્ત્વનું છે. આથી તેમની મુલાકાત સંઘની પ્રવૃત્તિઓને આગળ વધારવા અંગે વિશેષરૂપથી રહેશે. જોકે, ભાજપના કોઈપણ આગેવાન મળવા ઈચ્છે તો તેઓ એમની અનુકૂળતા મુજબ મળી શકે છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમને મળશે તેવા પ્રશ્નના ઉત્તરમાં સંઘના અન્ય એક આગેવાને ઉમેર્યું હતું. હાલ આ બન્ને મહાનુભાવો ક્યારે ભાગવતને મળશે એ નક્કી થયું નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપ પ્રમુખ પોતાની નવી ટીમની રચના કરી શકે છે એ જ રીતે મંત્રીમંડળના વિસ્તાર-ફેરફારની પણ શક્યતા છે. ભાજપની કાર્યયોજનાઓમાં મોટાભાગે સંઘના માર્ગદર્શન, સૂચનોને ધ્યાને લેવાતા હોય છે ત્યારે આ મુલાકાત મહત્ત્વની બનશે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
