News of Monday, 13th October 2025
આઇપીએસ આત્મહત્યા કેસઃ એફઆઈઆરમાં એસસી/એસટી એકટની આજીવન કેદની જોગવાઈવાળી કલમ ઉમેરાઇ

ચંદીગઢઃ હરિયાણાના ચર્ચિત આઇપીએસ અધિકારી વાય. પુરન કુમારના આપઘાત કેસમાં એક મોટો વળાંક આવ્યો છે. મૃતક અધિકારીના આઇએએસ પત્નીની અરજી બાદ પોલીસે એફઆઈઆરમાં એસસી/એસટી (અત્યાચાર નિવારણ) એક્ટની કલમ ૩(૨)(વી) ઉમેરી છે. આ કલમ હેઠળ, જો કોઈ વ્યક્તિને જાતિના આધારે ત્રાસ આપીને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવે, તો આરોપીને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.
અગાઉ, પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાની અને એસસી/એસટી એક્ટની હળવી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પરંતુ, મૃતકના પત્ની, જેઓ પોતે એક વરિષ્ઠ આઈએએસ અધિકારી છે, તેમણે પોલીસને પત્ર લખીને જણાવ્યું કે એફઆઈઆરમાં એસસી/એસટી એક્ટની કલમો નબળી છે અને તેમાં યોગ્ય સુધારો થવો જોઈએ.
તેમણે હરિયાણાના ડીજીપી અને રોહતકના એસપી જેવા ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ કેસને હવે સામાન્ય આત્મહત્યા નહીં, પરંતુ યોજનાપૂર્વકના ષડયંત્ર તરીકે જોઈ લેવાઇ રહેલ છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
