<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

ટાટા એસેટ ટાટા ઈન્‍ડિયા ડાયનેમિક ઇક્‍વિટી ફંડ લોન્‍ચ કર્યું

રાજકોટઃ તા. ૧૩, ઓક્‍ટોબર ૦૯, ૨૦૨૫ -ટાટા એસેટ મેનેજમેન્‍ટને આઈએફએસસીએ તરફથી ૫૦૦ યુએસ ડોલરનાલઘુતમ રોકાણ સાથેના ટાટા ઈન્‍ડિયા ડાયનેમિક ઇક્‍વિટી ફંડ - ગિફ્‌ટ આઈએફએસસી લોન્‍ચ કરવાનીમંજૂરી મળી છે.આ ફંડ એક્‍ટિવ એલોકેશન સ્‍ટ્રેટેજીને અનુસરે છે જે માર્કેટ ટ્રેન્‍ડ્‍સ મુજબ એડજસ્‍ટ થાય છે અને તે  લાર્જ, મીડ અને સ્‍મોલ કેપ્‍સ એક્‍સપોઝરને એક કરીને સંતુલિત વળતર આપે છે. ટેક્રોલોજી, એનર્જી અને હેલ્‍થકેર જેવી ઉભરતી થીમમાં એક્‍સપોઝર તકોમાં વધારો કરે છે.

ટાટા એસેટ મેનેજમેન્‍ટના ઇન્‍ટરનેશનલ બિઝનેસના હેડ અભિનવ શર્માએ જણાવ્‍યું હતું કે ગિફ્‌ટ આઈએફએસસીના ટાટા ઈન્‍ડિયા ડાયનેમિક ઇક્‍વિટી ફંડઓછામાં ઓછા ૫૦૦ યુએસ ડોલરની ટિકિટ સાઇઝ અને બિન-નિવાસીઓ માટે નોંધપાત્ર કર લાભો સાથે સૌને એક્‍સેસિબિલિટી આપે છે. આ ફંડ પ્રવર્તમાન બજાર પરિસ્‍થિતિઓના આધારે ડાયનેમિકલી એસેટ્‍સ ફાળવશે.

(3:15 PM IST)