News of Tuesday, 14th October 2025
હવે કમર્શિયલ વાહનોના ડ્રાઇવરોએ કેશથી FASTag રીચાર્જ કરવાની ચિંતા નહીં રહે
ઓટોમેટિક રીચાર્જ અને બીજી અનેક સુવિધાઓ સાથેનો UPI AutoPay આધારિત FASTag લોન્ચ થયો

નવી દિલ્હી તા.૧૪: ભારત વિશ્વનું સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતો દેશ છે. દેશના નેશનલ અને સ્ટેટ હાઇવેઝ પર દર વર્ષે લાખો ટ્રક જેવાં મોટાં ટ્રાન્સપોર્ટ વેહિકલ્સ ચાલે છે. આ હાઇવેઝ પરથી ભારતના કાર્ગોના ૭૦ ટકા અને પ્રવાસીઓના ૮૫ ટકા ટ્રાફિક પસાર થાય છે. દેશના બિઝનેસ અને ઇકોનોમીમાં આટલા મહત્ત્વના હોવા છતાં રોડ ટ્રાન્સપોર્ટમાં લોજાિસ્ટિક્સ કંપનીઓએ એક મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. ટોલ અથવા પાર્કિગ માટે ડ્રાઇવરોએ તેમના FASTags રીચાર્જ કરવા માટે કેશ ટ્રાન્ઝેક્શન પર આધાર રાખવો પડે છે. જરૂરી કેશ ન હોવાને લીધે ઘણી વાર મોડું થાય છે અને ઉદ્યોગકારોને નુકસાન પણ થાય છે.
આ સમસ્યાને ઉકેલવા માટે OmniCard કંપનીએ ભારતનો પ્રથમ UPI AutoPay આધારિત FASTag લોન્ચ કર્યો છે જે ખાસ કરીને મોટા બિઝનેસ અને ટ્રાન્સપોર્ટ લોજાિસ્ટિક્સ કંપનીઓ માટે ઘણો લાભદાયી છે
ડ્રાઇવરોએ હવે FASTag રીચાર્જ કરવાની ચિતા કરવાની જરૂર નહીં રહે. એ UPI AutoPayનો ઉપયોગ કરીને આપમેળે રીચાર્જ થઈ જશે. કંપની અથવા માલિક અગાઉથી ઓટો રીચાર્જ માટે મર્યાદા સેટ કરી શકે છે. ટોલ અને પાર્કિગ પેમેન્ટ માટે નોટિફિકેશન મળશે. આ ઉપરાંત ખર્ચ પર નજર રાખવા અને દુરુપયોગ અટકાવવા માટે સ્માર્ટ કન્ટ્રોલની પણ સુવિધા છે.
આ FASTag iFleet Pay પ્લેટફોર્મ સાથે જોડી દેવામાં આવ્યું છે, જે કંપનીઓને ટ્રિપ ટ્રેકિગ, જીઓ-ફેન્સિંગ, ડ્રાઇવર કન્ટ્રોલ અને એક્સપેન્સ મેનેજમેન્ટ માટે એક જ પ્લેટફોર્મ પૂરું પાડે છે. કાર્સ અને કમર્શિયલ વાહનોના ડ્રાઇવરોએ હવે ર્જ્ખ્લ્વ્ી રીચાર્જ કરવાની કે રોકડા સાથે રાખવાની જરૂર નહીં રહે, UPI AutoPay સિસ્ટમ બધું જાતે જ કરી લેશે.(૩૮.૧૦)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
