<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

કોંગ્રેસ સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલની સંસદની અતિમહત્વની જાહેર હિસાબ સમિતિ (PAC) ના કન્વીનર તરીકે નિમણૂક

શ્રી શક્તિસિંહ ગોહિલ સંસદની PACની સબકમિટી 'એક્શન ટેકન રિપોર્ટ્સ' (ATR)ના કન્વીનર બન્યા : સમિતિ ભારત સરકારના તમામ વિભાગોના CAG ઓડિટ પરની કાર્યવાહીની તપાસ કરશે

નવી દિલ્હી/ગાંધીનગર, ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫: ગુજરાતના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલને સંસદની સૌથી મહત્વની બંધારણીય સમિતિ પૈકીની એક જાહેર હિસાબ સમિતિ (Public Accounts Committee - PAC) ની સબકમિટી, 'એક્શન ટેકન રિપોર્ટ્સ' (ATR)ના કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સમિતિનું કાર્ય અને સભ્યો:
આ નિમણૂક શ્રી ગોહિલના રાજકીય કદ અને વહીવટી અનુભવને દર્શાવે છે. આ સમિતિનું મુખ્ય કાર્ય ભારત સરકારના તમામ વિભાગોના કેગ (CAG) દ્વારા થયેલા ઓડિટ અને જાહેર હિસાબ સમિતિએ કરેલી ભલામણો ઉપરના એક્શન ટેકન રિપોર્ટ્સ (ATR) ની ઝીણવટભરી તપાસણી કરવાનું છે. આ સમિતિ દરેક વિભાગો દ્વારા કરાયેલી કાર્યવાહી ઉપરનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે.
આ સમિતિમાં કન્વીનર તરીકે શ્રી શક્તિસિંહ ગોહિલની સાથે અલ્ટરનેટિવ કન્વીનર તરીકે ઉત્તર પ્રદેશના સાંસદ શ્રી ઘર્મેન્દ્ર યાદવની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સમિતિના અન્ય સભ્યો તરીકે ડૉ. સુધાંશુ ત્રિવેદી, શ્રી સુખેન્દુ શેખર રે, શ્રીમતી અપરાજિતા સારંગી, શ્રી પ્રફુલ પટેલ તથા શ્રી નિશિકાંત દુબે નિયુક્ત થયા છે.

 

(4:49 PM IST)