News of Wednesday, 15th October 2025
આજથી ભારત અમેરિકામાં ટપાલ સેવા પુનઃ શરૂ કરશે

નવી દિલ્હી તા.૧૫: ભારતીય પોસ્ટ આવતીકાલે ૧૫ ઓક્ટોબરથી અમેરિકામાં તમામ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવા પુનઃ શરૂ કરશે તેમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. ટપાલ વિભાગના જણાવ્યા મુજબ નવા ટેરિફ નિયમો અંતર્ગત યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (સીબીપી) માર્ગદર્શિકા મુજબ ભારતથી અમેરિકામાં મોકલવામાં આવતા ટપાલ શિપમેન્ટ પર કસ્ટમ ડ્યુટી જાહેર કરાયેલા કન્સાઈન્મેન્ટના ફ્લેટ ૫૦ ટકાના દરે લાગુ થાય છે.યુએસ વહીવટીતંત્રએ જાહેર કરેલા એક્ઝિકયુટી ઓર્ડર ૧૪૩૨૪ બાદ ૨૨ ઓગસ્ટે ઓફિસ મેમોરેન્ડમ દ્વારા યુએસમાં ટપાલ સેવા સ્થગિત કરાઈ હતી. યુએસ સીબીપીની આયાત શુલ્ક વસૂલાત અને રેમિટન્સ માટે નવી નિયમનકારી જરૂરિયાતને પગલે ટપાલ સેવા સ્થગિત કરાઈ હતી. આ અનુકૂળ ડ્યુટી માળખું નિકાસકારો માટે સ્પર્ધાત્મક લોજિસ્ટિક વિકલ્પ છે અને ખર્ચ ભારણ ઘટાડે છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
