News of Wednesday, 15th October 2025
લગ્નની વિધિમાં દુલ્હન ઊંઘી ગઈઃ વીડિયો વાયરલ

નવી દિલ્હી તા.૧૫: જ્યારે જ્યારે લગ્નની સીઝન આવે છે ત્યારે સોશિયલ મીડિયા પર અમુક એવા વીડિયો વાયરલ થતા હોય છે જે જોઈને લોકો હસી પડતા હોય છે. કયારેક જીજા સાળીની મસ્તીનો વીડિયો તો કયારેક વરરાજા અને દુલ્હનનો વીડિયો વાયરલ થતો હોય છે. લગ્ન પ્રસંગમાં હંમેશા ઉત્સાહ જોવા મળતો હોય છે. જોકે ખાસ કરીને જેના લગ્ન હોય તે લગ્નના જે રિવાજો હોય છે તેને લઈને થાકી જતા હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ થયેલા આ વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. વીડિયોમાં લગ્ન મંડપમાં વરરાજા અને દુલ્હન બેઠેલા છે. લગ્નની વિધિ ચાલી રહી છે. આ લાંબા વિધિઓમાં થાક લાગવો તો સ્વાભાવિક વાત છે. પરંતુ વરરાજા આ સીનને ખાસ બનાવી દે છે. જ્યારે તે જુએ કે લગ્નની વિધિમાં દુલ્હન ઊંઘી ગઈ હતી. પહેલા તો તે તેને પ્રેમથી હસતા મોઢે જુએ છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હા દુલ્હન મંડપમાં બેઠેલા છે. પંડિત વિધિ કરાવી રહ્યો છે. જોકે અચાનક વરરાજા સાથે બધાની નજર દુલ્હન પર પડે છે. જે મંડપમાં લગ્નની વિધિમાં થાકીને ઊંઘી ગઈ હતી. વરરાજા તેને પ્રેમથી જગાડવાનો પ્રયાસ કરે છે. બાદમાં જ્યારે દુલ્હનની ઊંઘ ઊડે છે ત્યારે એક સેકન્ડ માટે તો તે પણ ચોંકી જાય છે.
આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે લગ્નમાં થાક લાગવો સામાન્ય વાત છે. જોકે તેના સાથીનું આ રીતે ધ્યાન રાખવું તે સંબંધની મજબૂતીને દર્શાવે છે. ઘણા લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓ ખરેખરમાં લગ્નને યાદગાર બનાવે છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @success_life_partner નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં ૪ લાખ કરતા વધારે લોકો જોઈ ચૂકયા છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
