News of Wednesday, 15th October 2025
ઓપરેશન સિંદૂરમાં પાક.માં ૧૦૦થી વધુ મોત થયા હતાઃ લેફિ્ટનેન્ટ જનરલ ધઈ
પાકે. જો મોડું કર્યું હોત તો પરિણામો ભયાવહ રહેતઃ DGMO પાકિસ્તાન સખણું ન રહ્યું, તો ઓપરેશન સિંદૂર ૨.૦ વધુ ઘાતક હશે, ભારતીય સેના જવાબ આપવા સંપૂર્ણપણે તૈયાર

નવી દિલ્હી તા.૧૫: ભારતીય સેનાના ડાઈરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ લેફિ્ટનેન્ટ જનરલ રાજીવ થઈ એ મંગળવારે જણાવ્યુ હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન એલઓસી પાર પાકિસ્તાનમાં ૧૦૦ કરતા વધારે મોત થયા હતા. ગત ૧૪ ઓગસ્ટે પોતાના સ્વતંત્રતા દિવસે પાકિસ્તાને મોટી સંખ્યામાં જવાનોને મરણોપરાંત એવોર્ડ આપ્યા હતા જે દર્શાવે છે કે એલઓસી પાર ૧૦૦થી વધારે મોત થયા હતા. લેફિ્ટનેન્ટ જનરલે વધુમાં કહ્યું હતું કે ચાર દિવસના સૈન્ય સંઘર્ષમાં ભારતીય નેવી અરબ સાગરમાં આગળ વધી ગઈ હતી અને પાકિસ્તાન પર હુમલો કરવાની હતી પરંતુ તે અચાનક રોકી દેવાયો હતો. તેમણે શ્ફવ્ઘ્ઘ્ના પ્રમુખોના સંમેલનને સંબોધતા કહ્યુ હતું કે જો પાકિસ્તાને થોડી વાર કરી હોત અને નરમ ન પડત તો તેના માટે પરિણામો ભયાવહ રહી શકતા હતા. દરમિયાન પશ્ચિમી સેના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજકુમાર કટિયારે મંગળવારે કહ્યું કે ઓપરેશન સિંદૂર ૨.૦ પહેલાં કરતાં વધારે થાતક અને શક્તિશાળી હશે. તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી, પરંતુ તે પરલગામ જેવી કાયરતાપૂર્ણ ચેષ્ટા કરવાની કરી કોશિશ કરી શકે છે. પત્રકારો સાથે વાત કરતાં લેફ્ટનન્ટ જનરલ કટિવારે કહ્યું, આ વખતે જે કાર્યવાહી થશે તે પહેલાં કરતાં વધુ ઘાતક હશે. તેમાં કશી શંકા નથી. પાકિસ્તાનની હજારો ઘાથી ભારતને નબળું પાડવાની નીતિ હજુ ચાલુ છે, અને ભારતીય સેના તેની સામે સંપૂર્ણ તૈયાર છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
