News of Wednesday, 15th October 2025
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઇકનું અવસાનઃ નરેન્દ્રભાઇએ શોક દર્શાવ્યો

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઇકનું નિધન થયું છે. પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઇકનું બુધવારે હ્દયરોગના હુમલાથી અવસાન થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગોવાના કૃષિ મંત્રી રવિ નાઇકના અવસાન પર શોક વ્યકત કરતા કહયું કે ગોવા સરકારના મંત્રી રવિ નાઇકજીના અવસાનથી હું દુઃખી છું. તેમને એક અનુભવી પ્રશાસક અને સમર્પિત જાહેર સેવક તરીકે યાદ કરવામાં આવશે જેમણે ગોવાના વિકાસ માર્ગને સમૃધ્ધ બનાવ્યો. તેઓ ખાસ કરીને વંચિત અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકોને સશકત બનાવવા માટે સમર્પિત હતા.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
