<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

ટ્રમ્‍પ ઈફેક્‍ટ! વર્લ્‍ડના ટોપ-૧૦ શક્‍તિશાળી પાસપોર્ટમાંથી અમેરિકા બહાર

દુનિયાના દેશો સામે આડેધડ નિયમો બનાવી રહેલાં યુએસ પ્રેસિડન્‍ટને પાસપોર્ટના રુપમાં મોટો ઝટકો લાગ્‍યો છે : અમેરિકાનો પાસપોર્ટ ૧૨મા સ્‍થાને આવ્‍યો નંબર વન શક્‍તિશાળી પાસપોર્ટ સિંગાપોરનો રહ્યો : ભારતનું રેન્‍કિંગ સુધર્યુ : બ્રિટનનો પાસપોર્ટ પણ નબળો પડયો

ન્‍યુયોર્ક, તા.૧૫: henley passport indexએ ૨૦૨૫ના વર્ષના વિશ્વના સૌથી શક્‍તિશાળી પાસપોર્ટની યાદી જાહેર કરી છે જેમાં પહેલીવાર, યુએસ પાસપોર્ટને ટોપ ૧૦માંથી બહાર રખાયો છે. હવે, યુએસ પાસપોર્ટ ૧૨મા સ્‍થાને સરકી ગયો છે. આનો અર્થ એ થયો કે યુએસ અને મલેશિયા હવે સમાન છે. યુએસ અને મલેશિયા બંનેને ૧૮૦ દેશોમાં વિઝા-મુક્‍ત પ્રવેશ મળે છે.

ભારતનો વૈશ્વિક પ્રભાવ વધ્‍યો છે, અને તેની અસર હવે તેના પાસપોર્ટમાં પણ પ્રતિબિંબિત થઈ રહી છે. ભારતે તાજેતરમાં ફિલિપાઇન્‍સ અને શ્રીલંકા જેવા દેશો સાથે વિઝા-પ્રી અને વિઝા-ઓન-અરાઇવલ કરારો પર હસ્‍તાક્ષર કર્યા છે. ભારત ૮ રેન્‍ક ઉપર આવ્‍યું છે. ભારતના પાસપોર્ટ પર ૫૯ દેશોમાં વિઝા વગર જઈ શકાય છે.

ઘણા દેશોએ અમેરિકનો માટે વિઝા આવશ્‍યકતાઓ કડક કરી છે. બ્રાઝિલે એપ્રિલમાં વિઝા-મુક્‍ત પ્રવેશ સ્‍થગિત કર્યો હતો. ચીને પણ અમેરિકાને તેના વિઝા-મુક્‍ત કાર્યક્રમમાંથી બાકાત રાખ્‍યું હતું. ભારત, વિયેતનામ, પાપુઆ ન્‍યુ ગિની, સોમાલિયા અને મ્‍યાનમાર જેવા દેશોએ તેમના વિઝા નિયમો કડક કર્યા છે, જેના કારણે યુએસ પાસપોર્ટની મજબૂતાઈ પર અસર પડી છે. હેનલી એન્‍ડ પાર્ટનર્સના ચેરમેન ક્રિ?યિન કેલિને જણાવ્‍યું હતું કે આ સ્‍પષ્ટપણે વૈશ્વિક શક્‍તિના લેન્‍ડસ્‍કેપમાં પરિવર્તન દર્શાવે છે.

બ્રિટિશ પાસપોર્ટ પણ બે સ્‍થાન નીચે સરકીને આઠમા સ્‍થાને પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં બ્રિટન પ્રથમ ક્રમે હતું. ૨૦૧૫માં ચીન ૯૪મા ક્રમે હતું, પરંતુ નવી યાદીમાં તે ૬૪મા ક્રમે છે. ચીન પાસે ૭૬ દેશોમાં વિઝા-મુક્‍ત પ્રવેશ છે. રશિયા, દક્ષિણ અમેરિકન, યુરોપિયન અને ગલ્‍ફ દેશો સાથે વિઝા-મુક્‍ત કરારો થયા છે.

હંમેશની જેમ આ વખતે પણ નંબર વન શક્‍તિશાળી પાસપોર્ટ સિંગાપોરનો રહ્યો છે. સૌથી મજબૂત પાસપોર્ટને કારણે સિગોપોરના પાસપોર્ટ પર ૧૩૦થી વધુ દેશમાં વીઝા વગર જઈ શકાય છે.(૨૩.૨૫)

(4:00 PM IST)