News of Wednesday, 15th October 2025
હૃદય રોગથી પીડાતા મોટાભાગના ૫૦ વર્ષથી ઓછી વયના દર્દીઓ
ટાટા એઆઇજી દ્વારા થયેલ સર્વેનું તારણ

રાજકોટઃ તા. ૧પ ભારતના અગ્રણી જનરલ ઈન્સ્યોરન્સ પ્રદાતાઓ પૈકી એક ટાટા એઆઈજીજનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે આજે લગભગ ૩૦૦ કાર્ડિયોલોજિસ્ટના રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણના તારણોજાહેર કર્યા હતાં.
આ અભ્યાસદર્શાવે છે કે હૃદય રોગ કેવી રીતે દેશના યુવાનોમાં સતત વધી રહ્યો છે, જેમાં ૭૪% ડોકટર્સ જણાવે છે કે
તેમના મોટાભાગના દર્દીઓ ૫૦ વર્ષથી ઓછી ઉંમરના છે. હાલમાં, ૩૬% ડોકટર્સે જણાવ્યું હતું કેમોટાભાગના હૃદય રોગના દર્દીઓનું વય જૂથ ૩૧-૪૦ વર્ષનું છે. જ્યારે ૩૮્રુ લોકો ૪૧-૫૦ વર્ષની વય
જૂથમાં હૃદય રોગનું -માણ વધુ હોવાનું જણાવે છે. જ્યારે એક દાયકા પહેલાં હૃદય રોગના ૮૭્રુ કેસ ૪૧કે તેથી વધુ વય જૂથના વ્યક્તિઓમાં જોવા મળતા હતા.
આ સર્વે અંગે ટાટા એઆઈજીના કન્ઝ્યુમર ક્લેમ્સના નેશનલ હેડ અને સિનિયર એક્ઝિકયુટીવ વાઈસ પ્રેસિડન્ટ રાજગોપાલ રુદ્ધરાજુએ જણાવ્યું હતું કે, ‘‘ભારતના કાર્ડિયાકની સારવારમાં સૌથી મોટો પડકારમેડિકલ અને નાણાકીય બાબતો હોવાનું જાણવા મળ્યું છે.
કાર્ડિયોલોજિસ્ટ્સે -કાશ પાડ્યો હતો કે ઘણા દર્દીઓ પ્રારંભિક રીતે શરીરને મળતાં ચેતવણીના સંકેતોઅવગણતા હોય છે. દસમાંથી લગભગ આઠ દર્દીઓએ કહ્યું કે તેઓ છાતીમાં થતો દુઃખાવો અવગણે છે,જ્યારે ઘણા લોકો થાક અને શ્વાસ લેવામાં તકલીફને પણ નજરઅંદાજ કરે છે. તેઓ શરીરમાં થતીનબળાઈ અને ઉપરોક્ત સંકેતોને તણાવ અથવા નિયમિત થાક ગણી અવગણના કરતાં હોય છે. ૬૦% થીવધુ કાર્ડિયોલોજિસ્ટ્સે નોંધ્યું છે કે દર્દીઓ સામાન્ય રીતે હૃદયને નોંધપાત્ર નુકસાન થયા પછી જ હોસ્પિટલમાં પહોંચે છે, જે સારવારને વધુ જટિલ બનાવે છે અને સારવારના સચોટ પરિણામોમાં ઘટાડો કરે છે. આ તારણો હેલ્થકેરની પહોંચ અને નાણાકીય તૈયારીમાં નોંધપાત્ર પડકારો ઉજાગર કરે છે
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
