News of Wednesday, 15th October 2025
કશ્મીરી સફરજનની માગમાં અંતે તેજી : ભાવમાં ૩૦ ટકાનો વધારોઃ ઉત્પાદકોને હાઈસ્કારો

(સુરેશ ડુગર દ્વારા) શ્રીનગર,તા. ૧પ : એક મહિનાથી વધુ સમયની સુસ્ત માગ અને ઘટતી કિંમતોનો સામનો કર્યા પછી, કશ્મીરના સફરજન ઉત્પાદકોને આખરે રાહત મળી છે. છેલ્લા સપ્તાહમાં કશ્મીરી સફરજનની માગમાં સુધારો થયો છે, જેના કારણે કિંમતોમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે.
કશ્મીર ઘાટી ફળ ઉત્પાદક સહ વિક્રેતા સંઘના અધ્યક્ષ બશીર અહમદ બશીરના જણાવ્યા અનુસાર, માગમાં થયેલા આ વધારાથી સમુદાયમાં આશા જાગી છે. કશ્મીર બહારના બજારોમાં માગ વધતાં ભાવ વધ્યા છે. જોકે, તેમણે સરકારની ૅઉદાસીનતૉ અંગે ચિંતા વ્યક્ત કરી, કારણ કે ઓછા ભાવ, માર્ગ બંધ થવા અને અન્ય સમસ્યાઓને લીધે ખેડૂતોને પહેલેથી જ મોટું નુકસાન થયું છે અને સરકારે કોઈ વળતર કે રાહત આપી નથી.
શોપિયાંના એક ઉત્પાદક અબ્દુલ રાશિદે કહ્યું કે ગયા મહિને તેમને સફરજન ઓછા ભાવે વેચવાની ફરજ પડી હતી. હવે માગ સુધરતાં આવતા થોડા અઠવાડિયાં સારા રહેવાની આશા છે. સોપોરના અન્ય એક માળી મોહમ્મદ યુસુફે જણાવ્યું કે જેમણે સારા ભાવની આશાએ સંગ્રહ કર્યો હતો, તેઓ હવે સારી સ્થિતિમાં છે.
અન્ય ફળ મંડીના વેપારીઓએ પણ બજારમાં ગતિવિધિની પુષ્ટિ કરી અને કહ્યું કે તહેવારોની સિઝનને કારણે વિવિધ ભારતીય રાજ્યોમાંથી માગમાં વધારો થયો છે. નિષ્ણાતો માને છે કે આગામી થોડા અઠવાડિયા ફળ બજાર માટે મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે સતત માગથી કિંમતો સ્થિર થઈ શકે છે અને ઉત્પાદકોને નુકસાનની ભરપાઈમાં મદદ મળી શકે છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
