News of Wednesday, 15th October 2025
સંભવત કાલે મંત્રી મંડળનું વિસ્તરણ
લાંબા સમયની આતુરતાના અંતનો અણસારઃ રાજભવનમાં શપથ સમારંભની તૈયારી થઇ રહ્યાના વાવડઃ રાતથી ‘સૂચના' અપાશે

(અશ્વીન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૧પઃ છેલ્લા છ આઠ માસથી મંત્રીમંડળ વિસ્તરણની વાતો ચાલતી હતી હવે આ વાતોનો અંત આવ્યો હોય તેવા સંકેતો આજની તારીખે નક્કી થયા હોય તેમ જાણવા મળે છે.
આજે બપોરે રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ આવતીકાલે ૧૧ વાગે નવા મંત્રીમંડળનો શપથ વિધિ સમારોહ યોજાશે તેમ બીન સતાવાર રીતે જાણવા મળે છે. આ સમારોહ રાજભવન ખાતે થાય તેમ જાણવા મળે છે. આજથી ધારાસભ્યોમાં અંદરો અંદર ચર્ચા-પરામર્શ મોટા પાયે થઇ રહયા હોય તેમ જાણવા મળે છે.
મોટાભાગના સભ્યોને આજે મોડી રાત સુધીમાં ટેલીફોનીક સુચના આપવામાં આવશે તેવા નિર્દેશો મળી રહયા છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
