<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ ગુરૂવારે આવશે ગુજરાત:સાંજે અમદાવાદમાં આગમન

મોડીરાત્રે સુનિલ બંસલ આવશે : કાલે અમિતભાઇ તેમજ જે પી નડ્ડા પણ ગુજરાતમાં :બપોર બાદ રાજ્યપાલ પણ પહોંચશે

રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, તેની વચ્ચે હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે આવતીકાલે એટલે કે 16 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ આવતીકાલે સાંજે અમદાવાદ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી અમિતભાઈ  શાહ પોતાના નિવાસસ્થાને જશે. ત્યારે શુક્રવારે 17 ઓક્ટોબરના રોજ રાજ્યના મંત્રી મંડળમાં મોટા ફેરફાર થઈ શકે છે. 

 

ઉલ્લેખનીય છે કે આજે મોડી રાતે સુનીલ બંસલ ગુજરાત પહોંચશે અને આવતીકાલે ગુરૂવારે ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ સિવાય કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા પણ ગુજરાત આવશે. ત્યારે મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતાઓ હવે પ્રબળ બની છે, નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાય એવી પણ શક્યતા છે. 

  આવતીકાલે બપોર બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ગુજરાત પહોંચશે. રાજ્યપાલ પહોંચ્યા બાદ વિસ્તરણની ગતિવિધી શરૂ થશે. આ સાથએ જ રાજભવનમાં CMની રાજ્યપાલ સાથે મુલાકાત પણ થઈ શકે છે. 

 

(10:12 PM IST)