<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

૨૪ કલાકમાં ચેક ક્‍લિયરિંગ હવામાં અને ૩ કલાકમાં પાસ કરવાની જાહેરાત

૩ જાન્‍યુઆરીથી ત્રણ જ કલાકમાં ચેકના નાણાં ખાતામાં જમા કરી દેવાશે

મુંબઇ તા.૧૬: બેંકિગ ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધારા અંતર્ગત ગ્રાહકોને સારી અને ઝડપી સુવિધા મળે તે માટે આરબીઆઈ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ બેંક દ્વારા પણ નક્કી કરેલા નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે આરબીઆઈ દ્વારા ૨૪ કલાકમાં ચેક ક્‍લિયર થઈને ખાતામાં જમા થઈ શે તેવી જાહેરાત કરી છે. જોકે પ્રથમગ્રાસે મક્ષિકા જેવી હાલત હાલમાં તે નિર્ણયની થઈ રહી છે. ત્‍યારે ૩ જાન્‍યુઆરીથી ત્રણ જ કલાકમાં ચેક પાસ થઈને ખાતામાં નાણાં જમા થઇ જવાની જાહેરાત કરવામાં આવી છે.

આરબીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ચાહકો દ્વારા બેંકમાં ચેક જમા કરાવે તો તેનો ચેક ૨૪ કલાકમાં કિલયર થઇ જશે. તેનો અમલ ઓક્‍ટોબર માસથી કરી દેવામાં આવ્‍યો છે. જોકે હજુ સુધી આ સિસ્‍ટમ યોગ્‍ય રીતે શરૂ થઈ નહીં શકવાના કારણે કેટલીય બેંકમાં ચેક જમા કરાવવામાં આવે તો ૨૪ કલાકના બદલે પાંચથી છ દિવસે ખાતામાં નાણાં જમા થઈ રહ્યા હોવાનો કકળાટ શરૂ થયો છે. તેના કારણે જ પહેલા જે સિસ્‍ટમથી ચેક પાસ કરવામાં આવતા હતા તેને દિવાળી પૂરતી કાર્યરત રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જોકે તેમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં ૨૪ કલાકમાં જ નાણાં ખાતામાં જમા મળી જાય તે માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણકારો કહી રહ્યા છે.

૩ હજુ તે સિસ્‍ટમ યોગ્‍ય રીતે કાર્યરત થઈ શકી નથી. ત્‍યારે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા દ્વારા આગામી જાન્‍યુઆરીથી ગણતરીના ત્રણ જ કલાકમાં ચેક ખાતામાં નાંખ્‍યા બાદ ચેક નાંખનારના ખાતામાં રૂપિયા જમા થઈ જાય તેવી સુવિધા આપવા માટેની જાહેરાત કરી છે. જોકે આ સિસ્‍ટમ પણ યોગ્‍ય રીતે કાર્યરત થશે કે નહીં તે અંગેહાલ તો અસમંજસભરી સ્‍થિતિ જોવા મળી રહી છે.

(9:45 AM IST)